તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચારની પોસ્ટ મુકતા 1ને ફોન કરી ધમકી આપી

દાહોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારી અનાજનો જથ્થો ટેકાના ભાવે વેચવાના કૌભાંડની પોસ્ટ મુકી હતી

દેવગઢ બારિયા તાલુકાના ટાવર શેરીમાં રહેતા એક વ્યક્તિએ ધાનપુરના કોંગ્રેસના નેતાએ સરકારી અનાજનો મોટો જથ્થો સરકારમાં ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ ફેસબુક ઉપર પોસ્ટ મુકતા તેને ફોન કરી ગાળાગાળી કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ધાનપુરના એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારિયાના ટાવર શેરીમાં રહેતા નિલેશભાઇ ફુલસીંગભાઇ ચૌહાણ તા.1 ડિસેમ્બરના રોજ પત્ની ગીતાબેન સાથે ઘરે હતા. ત્યારે રાત્રીના 9.15 વાગ્યાના અરસામાં ધાનપુર તાલુકાના લખણાગોજીયાના ભરતભાઇ વાખળાએ તેના મોબાઇલ ફોન નંબરથી નિલેશભાઇને ફોન કરી ગાળો બોલી અપશબ્દ બોલી દાદાગીરી અને તામસીપણુ બતાવી જોવા જેવી થશે અને મજા નહી આવે તુ તારા માપમાં રહેજે તુ ફેસબુક ઉપર પોષ્ટ કેમ મુકી કહેતાં નિલેશભાઇએ જણાવેલ કે સાચી હકીકત છે તે લખેલ છે.

જેમાં ધાનપુર તાલુકાના કોંગ્રેસના નેતાએ પોતે ખરીદેલ અનાજનો મોટો જથ્થો સરકારમાં ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ કર્યુ છે અને સાચા ખેડૂતોને અન્યાય થઇ રહેલો છે. જેથી ભરતભાઇ વાખળા કહેવા લાગ્યો કે ભાજપના નેતાનું નામ લખ અને કોંગ્રેસનો ભ્રષ્ટાચાર દેખાય છે તેમ કહી ગાળો બોલી પરોક્ષ રીતે જાનથી મારવાની ધમકીઓ આપી હતી. નિલેશભાઇ ફુલસીંગભાઇ ચૌહાણે દેવગઢ બારિયા પોલીસ મથકે ભરત વાખળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો