દાહોદ એલસીબી, એસઓજી તથા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ધાનપુર પોલીસમાં દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો યુવકને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. છોટેપોલના યુવકને ધાનપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. જીલ્લા તથા જિલ્લા બહાર તેમજ રાજય બહારના લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ દારૂ તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા માટે એલ.પી. બલરામ મીણાએ સુચના આપતાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ જિલ્લામા તેમજ મધ્યપ્રદેશ રાજયમા રહેતા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી.
તે દરમિયાન એલ.સી.બી. પીઆઇ એમ.કે.ખાંટની સુચનામાં સોમવારે એસઓજી પો.સ.ઇ. જે.બી.ધનેશા, એલસીબી એસઓજી, પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ મધ્યપ્રદેશ રાજ્યમા કાર્યરત હતી. તે દરમિયાન ધાનપુર પોલીસ મથકમાં દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના છોટેપોલના કેનસિંગ કુવરસિંગ બગેલને મધ્યપ્રદેશ થી આયોજનબદ્ધ વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. કેનસિંગ પગેલને ધાનપુર પોલીસને સોંપતાં તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.