પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ:દાહોદમાં તારીખ 15થી 16 જૂન દરમિયાન સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે, સાંસદે યુવાનોને ભાગ લેવા અપીલ કરી

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો એક અવસર બની રહેશે - જશવંતસિંહ ભાભોર કબડ્ડી, શૂટિંગ બોલ, તિરંદાજી, હોકી, રસ્સાખેંચ, કરાટે, ક્રિકેટ તેમજ એથ્લેટીક્સનું આયોજન

દાહોદમાં આગામી તારીખ 15થી 16 જૂન દરમિયાન સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે. જિલ્લાકક્ષાની આ સ્પર્ધામાં કબડ્ડી, શૂટિંગ બોલ, તિરંદાજી, હોકી, રસ્સાખેંચ, કરાટે, ક્રિકેટ તેમજ એથ્લેટીક્સ જેવી રમતોનું આયોજન કરાયું છે.

સાંસદે ભાગ લેવા અપીલ કરી

આ અંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દેશના રમતવીરો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ રોશન કરી રહ્યા છે, ત્યારે જિલ્લાના રમતવીરોને પ્રોત્સાહન આપવું પણ એટલું જ જરૂરી છે. દાહોદ જિલ્લામાં યુવાનોમાં ઘણી પ્રતિભા છુપાયેલી છે. જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવી શકે છે. ત્યારે જિલ્લાના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો સાંસદ ખેલ સ્પર્ધા એક એક અવસર બની રહેશે તે નક્કી છે. હું જિલ્લાના યુવાનોને સાંસદ ખેલ સ્પર્ધામાં ભાગ લેવા માટે અપીલ કરું છું.

ખેલાડીઓનું મેડલ આપી બહુમાન કરાશે

સાંસદ ખેલ સ્પર્ધાનું દાહોદના ત્રિવેણી મેદાન, સીટી ગ્રાઉન્ડ ખાતે, દેવગઢબારિયા રમત ગમત સંકુલ ખાતે આયોજન કરાયું છે. સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મેડલ આપી બહુમાન કરાશે. દાહોદ જિલ્લા સેવા સદન ખાતેની બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...