સુવિધા વધારવા માંગ:દાહોદના સાંસદે ત્રણ ટ્રેનોમાં એસી કોચ વધારવા માંગ કરી, કોરોના બાદ ઘણી ટ્રેનોનું દાહોદમાં સ્ટોપેજ નથી મળ્યું

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલ રાજ્ય મંત્રીને દિલ્હીમાં લેખિત રજૂઆત કરી

દાહોદ જિલ્લા સાંસદ દ્વારા રેલ રાજ્ય મંત્રીની મુલાકાતે પહોંચ્યાં હતાં અને ચાર જેટલી ટ્રેનોમાં એક - એક કોચ વધારવા માટે રેલ રાજ્ય મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.ટ્રેનો બાબતે અગાઉ પણ રજૂઆતો કરી હતી. કોરોના કાળ દરમ્યાન ખાસ કરીને ટ્રેનો ઉપર ખાસી અસર જોવા મળી હતી ત્યારે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પણ કોરોના બાદ ઘણી એવી ટ્રેનોનું હાલ સુધી સ્ટોપેજ નથી મળ્યું. આ માટે અગાઉ દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા રેલ મંત્રી સહિત દિલ્હી સુધી આ મામલે રજુઆતો કરવામાં આવી હતી.

ત્રણ ટ્રેનોમા એસી કોચ વધારવા પત્ર આપ્યો
હાલમાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરે રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની મુલાકાતે પહોંચ્યાં હતાં અને દાહોદ જિલ્લામાં જે ટ્રેનોને સ્ટોપે નથી મળ્યું તેવી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે અને વધુમાં સ્વરાજ એક્સપ્રેસ, હાપા - જમ્મુતાવી, જામનગર જમ્મુતાવી અને સર્વાેદય એક્સપ્રેસમાં પ્રથમ શ્રેણીમાં એક - એક કોચ વધારવા માટે રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...