દીવા છતાં અંધારુ:ફતેપુરાના સરસવા ગામે લો વોલ્ટેજ રહેતા નવી ટીસી નાખી આપવાની માંગ સાથે આંદોલનની ચીમકી

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક વખત રજૂઆત કરવા છતાં MGVCL જ અંધારામાં

ફતેપુરા તાલુકાના સરસવામાં વર્ષોથી ગામમાં લો વોલ્ટેજ રહેતા હોય છે. જેને લઇને ગામલોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં એમજીવીસીએલ તંત્ર દ્વારા કોઈપણ જાતની અરજી ધ્યાને લેતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

હાલ કમ્પ્યુટર યુગ હોવાથી શાળામાં પણ કમ્પ્યુટરનુ પાયાનું શિક્ષણ બાળકોને મળી રહે તે માટે શાળામાં કમ્પ્યુટરની સુવિધા કરી શાળામાં એક કમ્પ્યુટર શિક્ષકને પણ રોકવામાં આવ્યો છે. પરંતુ સરસવા ગામમાં વર્ષોથી લો વોલ્ટેજ હોવાથી શાળાના બાળકોને કમ્પ્યુટરનું પાયાના શિક્ષણથી વંચિત રહી જાય છે. જ્યારે શાળા તરફથી પણ લો વોલટેજને લાઈ નવી ટીસી નાખી આપવા માટે અનેક વખત તંત્રને મોખિક તેમજ લેખિત અરજી દ્વારા જાણ કરવામાં આવી છે, છતાં ધ્યાને લેવામાં આવતું નથી.

સરસવા ગામમાં એક જ ટીસીમાં પ્રાથમિક શાળા, ગ્રામપંચાયત, માલ ફળિયું, સુવર ફળિયું, હજુરી ફાળિયું અને બારીયા પરિવારના પણ 80થી 85 જેટલા ઘરો આવેલા છે. ત્યારે આ બધાની વચ્ચે ફક્ત એક જ ટીસી હોવાથી લો વોલ્ટેજ એટલે કે પહેલાના જમાનામાં લાઈટ નહોતી, ત્યારે લોકો કેરોસીનથી સળગતી ચમની જેટલું અજવનું બલ્બનું આવતું હોય છે. જેને લઇ લોકો દ્વારા અનેક વખત એમજીવીસીએલ કચેરી ફતેપુરા ખાતે રજૂઆત કરવામાં આવી છે.

સરસવા ગામના લોકોએ લો વોલ્ટેજને લઈ એમજીવીસીએલ કચેરી ફતેપુરા ખાતે અનેક વાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ જાણનો નિવેડો કે ઉકેલ ન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા ઉપલી કચેરીએ જઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...