તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોક છવાયો:દાહોદમાં ધૂળેટીના ઉત્સવ દરમિયાન શોક છવાયો, કુવામાં ડુબી જતા યુવકનું મોત થયું

દાહોદ2 મહિનો પહેલા
 • ધૂળેટી રમ્યા બાદ મિત્રો સાથે મળીને કુવામાં નાહવા ગયા હતા
 • ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો

દાહોદમાં એક યુવક કુવામાં ખાબકતા તેનું મોત થયુ છે. આ યુવકના મોત મામલે જુદા જુદા કારણો જાણવા મળી રહ્યાં છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મૃતક શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતો 19 વર્ષિય ધીરજ ચાવડા હોવાનુ ખૂલ્યુ

દાહોદ શહેરમાં ધૂળેટીના દિવસે એક તરફ લોકોમાં ઉત્સાહ છવાયેલો હતો. બીજી તરફ શહેરના ઈન્દોર હાઈવે નજીક એક કુવામાં ત્રણ યુવકો ડુબી ગયા હોવાની અફવા ફેલાઈ હતી. જેથી પોલીસ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમાં કુવામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કેટલીયે જહેમત બાદ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તેની ઓળખ થતા મૃતક શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતો 19 વર્ષિય ધીરજ ચાવડા હોવાનુ ખૂલ્યુ હતુ.

એક વાત એવી પણ હતી કે પાંચ યુવકો ફુલ તોડવા ગયા હતા. તે સમયે કુતરુ પાછળ પડતા આ ઘટના બની હતી. પરંતુ પોલીસ આવુ કોઈ સમર્થન આપતી નથી. તેમજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો