અકસ્માત:ધાવડીયામાં કારની ટક્કરે મોટર સાયકલ ચાલક ઘાયલ

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • MPનો યુવક બાઇક ઉપર અમદાવાદ જતો હતો
  • અકસ્માત કરી નાસી ગયેલા કાર ચાલક સામે ગુનો

મધ્યપ્રદેશના આક્યા ગામના ગંગારામ માંગીલાલ વણઝારા (રાઠોડ)નો ભત્રીજો રામગોપાળ તા.29 ડિસેમ્બરના રોજ સવારના આઠ વાગ્યાના સમયે મોટર સાયકલ લઇને આક્યા ગામથી અમદાવાદ જવા નિકળ્યો હતો. બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ઝાલોદના ધાવડીયા ગામની નિશાળ પાસે હોન્ડા સીટી કારના ચાલકે રામગોપાલની બાઇકને ટક્કર મારી અકસ્માત કરી નાસી ગયો હતો. જેમાં રામગોપાલને ડાબા પગના સાથળ અને નળાના ભાગે ફ્રેક્ચર તથા પગની આંગળીઓમાં અને શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી.

ઇજાગ્રસ્ત રામગોપાલને ઝાલોદ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપી દાહોદ રીફર કરવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિલીપ હોસ્ટિલમાં લઇ જવાયો હતો. આ સંદર્ભે ગંગારામ માંગીલાલ વણઝારા (રાઠોડે) અકસ્માત કરી નાસી ગયેલા કારના ચાલક વિરૂદ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...