ઝડપની મજા, મોતની સજા:દાહોદના ગરબાડા-ગાંગરડી રોડ પર મોટરસાયકલ સ્લીપ થઈ જતાં ચાલકનું ગંભીર ઈજાઓને પગલે મોત

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધારે પડતી સ્પીડને કારણે અકસ્માત સર્જાયો હોવાનું નોંધાયું

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ ઉપર એક મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ ગફલતભરી રીતે હંકારતા તે સ્લીપ ખાઇ ગઇ હતી. જેમાં ચાલકનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું.

ગરબાડા નગરના ભાભોર ફળિયામાં રહેતા અર્જુન રમેશભાઈ રાઠોડે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ગરબાડા તાલુકાના ગાંગરડી ગામેથી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં અર્જુનભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેને પગલે તેમને શરીરે, હાથે-પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે ગરબાડા નગરના ભાભોર ફળિયામાં રહેતાં યજ્ઞેશભાઈ પવનકુમાર જાદવ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...