તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાછવા આરોગ્યના સબ સેન્ટરમાંથી પાણીના બોરમાંથી મોટર, પાઇપની તસ્કરી કરાઇ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી

ધાનપુર તાલુકાના રાછવા સબ સેન્ટરના પાણીના બોરમાંથી ઇલેક્ટ્રીક મોટર તથા કેબલ વાયર કાપી 10,000ની ચોરી કરી લઇ ગયા હતા. ચોરો વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રાછવા સબ સેન્ટરને તા.23મીની રાત્રીના સમયે ચોર ઇસમોએ નિશાન બનાવી કમ્પાઉન્ડમાં મુકાવેલા પાણીનો બોર અને તેના ઉપર ચણતર કરી બોક્સ બનાવેલ તેના ઉપર લોક મારેલુ હતું તે લોક તોડી પાણીની ઇલેક્ટ્રીક મોટર તથા પાઇપ તેમજ વાયર કાપીને ચોરી કરી નાસી ગયા હતા.

બીજા દિવસે સ્ટાફ સબ સેન્ટર ઉપર આવતાં પાણીની ઇલેક્ટ્રીક મોટર ઉપર બનાવેલ ચણતર કરી બનાવેલ બોક્સનું લોક તુટેલુ જોવા મળતાં તપાસ કરતાં પાણીની મોટર તથા વાયરો અને પાઇપ ચોરી જોવા ન મળતાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી સંદર્ભે ફીમેલ હેલ્થ વર્કર ચેતનાબેન કાન્તીલાલ બારીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...