કોરોનાનો ટેસ્ટનું આયોજન:દિવાળીમાં ફરવા ગયેલા 5000થી વધુનો કોરોના ટેસ્ટ થશે, પરપ્રાંતમાં ગયેલા લોકોને શોધીને ટેસ્ટ કરાવાશે

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પંચમહાલમાં 103 દિવસ પછી પોઝિટિવ કેસ મળતાં પાડોશી દાહોદમાં કાર્યવાહી

પંચમહાલ જિલ્લાથી હરિદ્વાર ફરીને આવેલા સાંપાના એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ ફેલાઇ ગયો છે. ત્યારે દાહોદ શહેર અને જિલ્લામાંથી પણ ફરવા માટે ગયેલા અને તેમાય પરપ્રાંતોમાં ગયેલા લોકોનો કોરોનાનો ટેસ્ટ કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા ઘડાઇ રહ્યું છે.

કોરોનાથી ક્યાંય નીકળી નહીં શકાતા દાહોદમાંથી 5000થી વધુ લોકો રાજસ્થાન, ગોવા અને રાજ્યના જ અન્ય શહેરોમાં ફરવા માટે ગયા હતાં. દિવાળી પર્વની પણ ધુમધામથી ઉજવણી થઇ હતી. ત્યારે પંચમહાલમાં એક કેસ આવતાં દાહોદનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે. અહીંથી દિવાળી વેકેશન ટાંણે ફરવા માટે ગયેલા લોકોનો કોરોનાનો ટેસ્ટ કરાશે. કોણ-કોણ ફરવા ગયા હતા તેમને કઇ રીતે શોધવા ોનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે.

બસ-રેલવે સ્ટેશન, બોર્ડર પર ટેસ્ટ શરૂ થશે
દાહોદ જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલો છે ત્યારે આ બંને રાજ્યમાંથી પ્રવેશતા લોકોનું ભૂતકાળમાં બોર્ડર ઉપર જ ટેસ્ટિંગ કરાતુ હતુ અને લક્ષણો લાગતાં કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવતો હતો. ત્યારે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગની ટીમને બોર્ડર ઉપર તૈનાત કરવામાં આવે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે. આ સાથે દાહોદ શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશને પણ આરોગ્ય વિભાગની ટીમો ટેસ્ટ માટે બેસાડવામાં આવે તેવું જોવાઇ રહ્યું છે.

કોરોનાના કેસમાં ત્રણ મહિનાથી રાહત છે
દાહોદ જિલ્લામાં ફેલાયેલા ડેન્ગ્યુના પ્રકોપમાં કોરોના જેવા લક્ષણો જણાતા લોકોના કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. દરરોજ એક હજારથી વધુ લોકોના RTPCR અને રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ રસીકરણ અને કોરોનાનો વાયરસ મંદ પડતાં છેલ્લા ત્રણ માસથી એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી. અત્યાર સુધી દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં 3031 અને ગ્રામ્ય વિસ્તારોમાં 4112 લોકો કોરોનાનો ભોગ બની ચુક્યા છે. તંત્રના આંકડા મુજબ કોરોનાને કારણે અને કોર્મોબીડ હોય તેવા 330 લોકોના મોત થયા છે.

સ્થિતિ વકરે નહીં તેના પગલાં લેવાશે
લોકો દિવાળી ટાંણે પરપ્રાંતોમાં ફરવા માટે ગયા હતાં. તે તમામ લોકોને શોધી કાઢવામાં આવશે અને તે તમામના ટેસ્ટ કરવામાં આવશે. તેઓ સામેથી ટેસ્ટ કરાવવા માટે આવે તેવી અપીલ છે. જિલ્લામાં હાલ સારી જ પરીસ્થિતિ છે પરંતુ ભવિષ્યમાં સ્થિતિ ન વકરે તે માટે વિવિધ આગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.>ભગીરથ બામણિયા, બીએચઓ,દાહોદ

અન્ય સમાચારો પણ છે...