સન્માન:દાહોદમાં 50થી વધુ સંસ્થાનો દ્વારા મધ્યપ્રદેશના રાજ્યપાલ પદે નિયુક્તિ બદલ મંગુભાઈ પટેલનું સન્માન કરાયુ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફળની અપેક્ષા રાખ્યા વિના સમાજ સેવારૂપી કર્મ કરતા રહેવું જોઇએ: મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ

મધ્યપ્રદેશના રાજ્યપાલ પદે નિયુક્ત થવા બદલ ગુજરાતના પીઢ નેતા મંગુભાઇ પટેલનું દાહોદના આદિવાસી સમાજના વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનના પ્રતિભાવમાં તેમણે ગીતાઉપદેશ દોહરાવી ફળની અપેક્ષા રાખ્યા વિના સમાજ સેવારૂપી કર્મ કરતા રહેવાની શીખ આપી હતી.

દાહોદની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થાન ભીલ સેવા મંડળના ઉપક્રમે અહીંના પંડિત દીનદયાલ સભાગૃહમાં યોજાયેલા સન્માન સમારોહમાં સંબોધન કરતા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલએ જણાવ્યું કે ગુજરાતમાં આદિવાસી સમાજના વિકાસનો પાયો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નાખ્યો હતો. તેમના શાસન પૂર્વે ગુજરાતમાં 35 વર્ષમાં આદિજાતિ વિકાસ માટે કૂલ રૂ. 1200 કરોડ વપરાયા હતા અને નરેન્દ્રભાઇએ વનબંધુ કલ્યાણ યોજનાના પ્રથમ તબક્કામાં રૂ. 1700 કરોડ આ સમાજના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવ્યા હતા. હવે, ગુજરાત સરકારે એક લાખ કરોડની જોગવાઇ સાથે વનબંધુ કલ્યાણ યોજના-૨ લોન્ચ કરી છે. તેનાથી અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારના લોકોને સમગ્રતયા લાભ થશે.

દાહોદ સાથે પોતાના સંસ્મરણો વાગોળતા તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અને સંગઠનમાં મારી જવાબદારી અનુસંધાને મારે દાહોદ જિલ્લાનો વારંવાર પ્રવાસ કરવાનો થતો હતો. દાહોદ આવું એટલે મને ઘરે આવ્યો હોવાની અનુભૂતિ થાય છે. સરકારમાં કામ કરતો હતો ત્યારે અમે કોઇ પણ રાજકીય ભેદભાવ રાખ્યા વીના આદિવાસીઓના વિકાસ માટે કામ કર્યું હતું અને એ જ ઉજળી પરંપરા પણ આજે ચાલી આવે છે.

આદિવાસી સંગઠનોના પ્રતિનિધિઓને શીખ આપતા મંગુભાઈ પટેલે ઉમેર્યું કે, સમાજસેવકોએ સારાનરસા પ્રતિભાવની અપેક્ષા કે ફળની ચિંતા કર્યા વિના સેવાનું કામ કરતું રહેવું જોઇએ. તમારા સારા કામની કોઇ નોંધ લે કે ના લે પણ ઇશ્વરના દરબારમાં સારા કામની નોંધ ચોક્કસ લેવાઇ છે. પ્રથમ દેશ, બાદમાં સંસ્થા અને છેલ્લે સ્વ માટે કામ કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...