નિ:શુલ્ક સારવાર:દાહોદ જિલ્લામાં 4.12 લાખથી વધુ લોકોએ PMJAY કઢાવ્યા

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોજાનાનો લાભ લઇ 55 કરોડથી વધુની નિ:શુલ્ક સારવાર મેળવી
  • નાગરિકો વધુમાં વધુ લાભ લે તે માટે અપીલ કરવામાં આવી

દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ‘આપકે દ્વાર આયુષ્યમાન અભિયાન’ હેઠળ ગરીબ લોકો નિ:શુલ્ક સારવાર લઇ શકે તે માટે ઝુંબેશ સ્વરૂપે લોકોને યોજના સાથે જોડવામાં આવી રહ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં 4.12 લાખથી વધુ લોકોને પીએમજેએવાય- મા કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે અને રૂ. 55 કરોડથી વધુની નિ:શુલ્ક સારવાર આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ માન્યતા આપવામાં આવેલા સરકારી હોસ્પિટલો, ટ્રસ્ટ સંચાલિત હોસ્પીટલો અને ખાનગી હોસ્પીટલો પરથી મેળવી શકાય છે. આ કાર્ડ જે તે લાભાર્થીને તેઓના જ વિસ્તારના ગ્રામ પંચાયત (ઇ-ગ્રામ), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા આરોગ્ય કચેરી ખાતે વિના મૂલ્યે કઢાવી શકે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મા કાર્ડ નિ:શુલ્ક કાઢવામાં આવે છે. માટે નાગરિકો આ વાતનું ખાસ ધ્યાન રાખે. જિલ્લા વહીવટી તંત્ર, દાહોદ દ્વારા સરકારની આ યોજનાનો સૌ નાગરિકો વધુમાં વધુ લાભ લે તે માટે અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...