અકસ્માત:દાહોદ જિલ્લામાં 2 અકસ્માતમાં 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માંડવ અને કાળીમહુડીમાં બનાવ, ટ્રેલરે વાહનોને અડફેટે લીધા

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામે ગત તારીખ 11મી જાન્યુઆરીના રોજ એક ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જઇ રહ્યો હતો.

તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે મુવાડા ફળિયામાં રહેતાં બળવંતસિંહ નાનજીભાઈ બારીયાની મોટરસાઈકલને ટક્કર મારતાં બળવંતભાઈ તથા તેમની પાછળ બેઠેલ મુળીબેનને બંન્ને મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાતા શરીરે ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતાં. અકસ્માત બાદ ઈક્કો ચાલક નાસી જતા ઈજાગ્રસ્ત બળવંતસિંહ બારીયાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

બીજો બનાવ ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે ગત તા.12મી જાન્યુઆરીના રોજ એક અજાણ્યા ટ્રેલરના ચાલકે પુરઝડપે હંકારીને આવી આગળ પસાર થઈ રહેલ ફોર વ્હીલર ગાડી અને ટ્રેક્ટર આ બંન્ને વાહનોને ટ્રેલરના ચાલકે અડફેટમાં લીધા હતાં. જેથી ટ્રેક્ટરમાં સવાર કસુભાઈ, તાનસીંગભાઈ તથા ફોર વ્હીલર ગાડીમાં સવાર ચાલકને ઈજાઓ થઇ હતી. ચાલક ટ્રેલર લઈ નાસી જતાં આ સંબંધે કાળીમહુડી ગામે રવજી ફળિયામાં રહેતાં શાંતિભાઈ તેરસીંગભાઈ મહિડાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...