• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • More Than 17 Thousand Houses In 17 Villages Of Garbada Of Dahod Were Given Rs. Pipeline Will Be Available At A Cost Of Over Rs 19.67 Crore

નલ સે જલ:દાહોદનાં ગરબાડાના 17 ગામોનાં 17 હજારથી વધુ ઘરોને રૂ. 19.67 કરોડથી વધુનાં ખર્ચે નળજોડાણ મળશે

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ જસવંતસિંહ ભાભોરે જલજીવન મિશન અંતર્ગત નલ સે યોજનાનો ગરબાડા ખાતે શુભારંભ કરાવ્યો

દાહોદનાં ગરબાડાના 17 ગામોનાં 17 હજાર 415 ઘરોને રૂ. 19.67 કરોડથી વધુનાં ખર્ચે નળજોડાણ અપાશે. સાંસદ જસવંતસિંહ ભાભોરે વિવિધ જિલ્લા પંચાયતોની બેઠકો ખાતે જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત કરાવી શુભારંભ કરાવ્યો હતો. સાંસદે આ પ્રસંગે જિલ્લાના દરેક ગામનાં દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચતું કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામો સહિત તમામ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચતુ કરવામાં આવશે. આજે ફક્ત ગરબાડાના જ 17 ગામોનાં 17,415 ઘરોને નલ સે યોજના અંતર્ગત પીવાનું પાણી ટૂંક સમયમાં જ પહોંચતુ થઇ જશે. આ માટે રૂ. 1967 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. આ માટે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. એ સમયમર્યાદામાં જ આ ગામોને ઘરે ઘરે નળ કનેક્શન મળી જશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં જિલ્લામાં વિવિધ યોજનાઓને ઝડપથી સાકાર કરવામાં આવી રહી છે અને લોકો સુધી તેના ફળ પહોંચતા થયા છે.

ગરબાડામાં નલ સે જલ યોજનાનુ ખાતમુહુર્ત સાંસદે કર્યુ હતુ
ગરબાડામાં નલ સે જલ યોજનાનુ ખાતમુહુર્ત સાંસદે કર્યુ હતુ

ઝરીબુજર્ગ જિલ્લા પંચાયત બેઠકના ચાર ગામો સીમલીયા બુજર્ગ, ઝરીબુજર્ગ, ગાંગરડા, જાંબુઆમાં કુલ રૂ. 536.02 લાખની કિમતે 5057 ઘરજોડાણ અપાશે. નઢેલાવ જિલ્લા પંચાયત બેઠકનાં આંબલી ગામમાં 213.49લાખનાં ખર્ચે 950 ઘરજોડાણ, નઢેલાવ ગામમાં 276.55 લાખનાં ખર્ચે 2122 ઘરજોડાણ અપાશે.

તેમજ ગરબાડા જિલ્લા પંચાયત બેઠકનાં દેવધા, ગરબાડા અને સાહડા ગામમાં રૂ. 305.61 લાખ નાં ખર્ચે 2737 ઘર જોડાણની મંજૂરી આપવામાં આવી છે. અભલોડ જિલ્લા પંચાયત બેઠકનાં પાંદડી, પાટીયા અને ટુંકી વજુ ગામનાં 2481 ઘરજોડાણ રૂ. 214.87 લાખનાં ખર્ચે સાંસદે આજે શરૂ કરાવ્યા છે. આ ઉપરાંત ભે જિલ્લા પંચાયત બેઠકનાં ચંદલા, ભરસડા, ભે, નળવાઇ અને મીનાકયાર ગામોનાં 421.5લાખ રૂ.નાં ખર્ચે 4068 ઘરોને નળજોડાણ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.

આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિ.પં.સભ્ય સુધીરભાઇ લાલપુરવાલા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ, દાહોદનાં અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...