• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • More Than 14 Test Positive Of 150 Students Of Godhra Nursing College, 6 Men, 6 Women, Doctor And 1 Student Of Dahod Were Infected.

ત્રણ જિલ્લામાં 46 કેસ:ગોધરાની નર્સિંગ કોલેજની 150 વિદ્યાર્થિનીઓના ટેસ્ટ કરાતાં વધુ 14 પોઝિટિવ મળી, દાહોદના 6 પુરુષ, 6 મહિલાઓ, તબીબ અને 1 વિદ્યાર્થી સંક્રમિત

પંચમહાલ/દાહોદ/મહિસાગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરાની નર્સિંગ સ્કૂલ - Divya Bhaskar
ગોધરાની નર્સિંગ સ્કૂલ
  • શિક્ષિકા પોઝિટિવ ​​​​​​​આવતાં શાળાના તમામ બાળકોનું સ્ક્રીનિંગ હાથ ધરાયું
  • ​​​​​​​સંક્રમિતોના સંપર્કમાં આવેલા 1536 લોકોના RTPCR, 239ના રેપિડ ટેસ્ટ
  • પંચમહાલમાં 26, દાહોદમાં 12, મહીસાગરમાં 8 લોકો પોઝિટિવ : સક્રિય કેસ 107 પર પહોંચ્યા

કોરોનાની સંભવિત ત્રીજી લહેરે રાજ્યના પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં જાણે અજગરી ભરડો લેવાનું શરૂ કર્યું હોય તે રીતે ઉત્તરોત્તર કોરોના પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્રણેય જિલ્લા પૈકી બુધવારે પંચમહાલમાં 26, દાહોદમાં 12 અને મહિસાગરમાં 8 નવા કેસો નોંધવામાં આવ્યા છે. ત્યારે પંચમહાલમાં એક્ટિવ કેસનો આંકડો 46, દાહોદમાં 26 અને મહિસાગરમાં 35 સુધી પહોંચી કુલ એક્ટિવ કેસની સંખ્યા 107 થઇ છે. જો કે તેમાં વર્તમાનમાં એક પણ કેસ એવો નથી કે જેને વધુ તકલીફ થઇ હોય કે હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હોય.

તમામ લોકોને હોમ આઇસોલેશનમાં જ રખાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે પહેલી અને બીજી લહેરમાં જે કિશોરો કે યુવાનોની સંક્રમણણની સંખ્યા સૌથી ઓછી હતી તે હવે વધવા પામી છે. મંગળ અને બુધવારે નોંધાયેલા કેસોમાં કિશોરો અને યુવાનોની સંખ્યા વધુ છે. જેમાં ગોધરાની નર્સિંગ કોલેજની 17 વિદ્યાર્થિનીઓ અને 2 કિશોરો જ્યારે દાહોદમાં1 વિદ્યાર્થી પોઝિટીવ નોંધાયો છે. જ્યારે મહિસાગરમાં બુધવારે કિશોરોને સંક્રમણ થયું નથી.

પંચમહાલ: સક્રિય કેસનો આંકડો 46 પર પહોંચ્યો, તંત્રે ઠેર-ઠેર સ્ક્રીનિંગ આદર્યું
પંચમહાલ જિલ્લામાં કોરોના વકરતાં જિલ્લામાં કોરોના કેસમાં ઉછાળો અાવ્યો છે. મંગળવારે ગોધરાની નર્સિંગ સ્કુલની 3 વિદ્યાર્થીનીઅો પોઝિટિવ મળતાં સ્કુલની 150 જેટલી વિદ્યાર્થિનીઅોના સ્કેનિંગ અને કોરોના ટેસ્ટ કરવાની અારોગ્ય વિભાગ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાંથી નર્સિંગ સ્કુલની વધુ 14 વિદ્યાર્થિનીઅોનો રિપોર્ટ પોઝિટિવ અાવતાં તમામ સંક્રમિત વિદ્યાર્થિનીઅોને નર્સિંગ સ્કુલમાં હોમ અાઇસોલેશનમાં રાખવામાં અાવી છે. નર્સિંગ સ્કુલની વિદ્યાર્થિનીઅો સિવિલ હોસ્પિટલ પણ જતી હોવાથી કે પછી લોકલ સંક્રમણના લીધે કોરોના પોઝિટિવ અાવી હોવાની શકયતાઅો સેવાઇ રહી છે. જયારે બુધવારે જિલ્લામાં કોરોના કુલ 26 કેસ નોધાયા છે. 24 કલાકમાં કોરોના કેસ ડબલ થઇ જતાં કોરોનાનું લોકલ સંક્રમણ ઝડપની ફેલાઇ રહ્યું છે. જિલ્લામાં કોરોના કુલ 26 કેસમાં ગોધરા શહેરમાંથી 21, ગોધરા ગ્રામ્યમાં 1 અને હાલોલ શહેરમાંથી 4 કોરોના કેસ મળી અાવ્યા છે. જિલ્લામાં કોરોના 26 કેસ નોધાતા કુલ સક્રિય કેસનો અાંકડો 46 પર પહોચ્યો છે. પણ અેક કોરોના પોઝિટિવ દર્દી કોવિડ હોસ્પિટલમાં દાખલ નથી. તમામ હોમ અાઇસોલેશનમાં રાખાયા છે. જિલ્લામાં બુધવારે કોરોના 26 કેસ નોધાતા જિલ્લામાં કોરોના કુલ 9661 કેસ થયા હતા.

મહીસાગર: 10 દિવસથી સતત કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
મહીસાગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસો મળી રહ્યા છે. વિતેલા છેલ્લા 24 કલાકમાં નવા વધુ 8 કેસ નોંધાયા છે. જેને લઇને કોરનાના કુલ 7537 કેસો નોંધાયા છે. તથા હાલ 35 અેક્ટિવ કેસ સારવાર લઇ રહ્યા છે. બુધવારે મળી અાવેલ કોરોનાના 8 કેસોમાં 7 કેસ લુણાવાડા તથા 1 કેસ ખાનપુર તાલુકામાં નોંધાયા છે. બીજી લહેર પછી એમીક્રોનના ભય વચ્ચે બુધવારે એક સાથે 8 કોરોનાના કેસ નોંધાતાં જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. ઓમીક્રોન વેરિયન્ટને ધ્યાને લઇ સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા અને જિલ્લાના નાગરિકોને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે અને કોવિડ-19ના વ્યવસ્થાપનની કામગીરી સુચારૂં રીતે થઇ શકે તે હેતુસર કલેકટરે એક હુકમ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓને પહોંચી વળવા માટે વિવિધ કામગીરીને પહોંચી વળવા માટે જિલ્લામાં 15 ઉચ્ચ અધિકારીઓની નોડલ અને સહ નોડલ અધિકારીઓ તરીકે નિમણૂંક કરીને જવાબદારીઓ સુપ્રત કરી છે.

દાહોદ : ઝાયડસના તબીબ અને મુંબઇ જવા ટેસ્ટ કરાવનાર વિદ્યાર્થી સંક્રમિત
દાહોદ શહેરમાં લાંબા સમય બાદ એક સાથે 12 લોકો કોરોના પોઝિટિવ આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં સંક્રમિત થનારના પરિવારના લોકોનું ટેસ્ટ કરાવવામાં આવનાર 10 ઉપરાંત એક તબીબી અને વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. પોઝિટિવ આવનારા લોકોમાં 6 પુરૂષ અને 6 મહિલાનો સમાવેશ થાય છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 13 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા સંક્રમિત જાહેર થયેલા લોકોના સંપર્કમાં આવેલા તેમના પરિવારના લોકો સાથે 1536 લોકોના આરટીપીસીઆર અને 239 લોકોના રેપીડ ટેસ્ટ કરાયા હતાં.

આ લોકોમાંથી દાહોદ શહેરમાં કોરોના પોઝિટિવ આવેલા 4 લોકોના પરિવારના 10 લોકો બુધવારે પોઝિટિવ જાહેર થયા હતાં. આ ઉપરાંત ઝાયડસમાં જ ફરજ બજાવતા એક તબીબ મથુરા ફરીને આવ્યા બાદ તાવનો ભોગ બન્યા હતાં. તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

મુંબઇમાં અભ્યાસ કરતાં દાહોદ શહેરના વિદ્યાર્થીએ ત્યાં પરત જવા માટે ટેસ્ટ કરાવતા તે પણ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં બુધવારે પોઝિટિવ આવેલા 12 લોકોમાં 6 મહિલા અને 6 પુરૂષનો સમાવેશ થાય છે. શહેરમાં એક સાથે 12 કેસ આવતાં લોકો સાથે આરોગ્ય તંત્રમાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે. માત્ર એક જ સપ્તાહમાં 26 એક્ટિવ કેસ થઇ ગયા છે.

સંભવિત ત્રીજી લહેરના પ્રારંભે ડબલ ડિજિટ કેસોની શરૂઆત
દેશ અને રાજ્યમાં સંભવિત ત્રીજી લહેરનો પ્રારંભ થઇ ગયો છે. તેની અસર દાહોદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહથી અહી પણ કોરોનાના કેસ આવવાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે સંભવિત ત્રીજી લહેરની શરૂઆતમાં જ દાહોદ શહેરમાં પ્રથમ વખત કોરોના પોઝિટિવનો આંક ડબલ ડીઝીટમાં જોવા મળતા ભયની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...