તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ સાઇકલ દિવસ:100થી વધુ સાઇકલવીરો દરરોજ શારીરિક જાગૃતિ દાખવી નિયમિત સાઇકલિંગ કરે છે

દાહોદ15 દિવસ પહેલાલેખક: સચિન દેસાઈ
  • કૉપી લિંક
  • દાહોદવાસીઓ પાસે રૂ.50,000 થી રૂ.3 લાખ સુધીની કિંમત ધરાવતી સાઇકલો છે.
  • દાહોદના બે સાયકલીસ્ટે પર્યાવરણ જાગૃતિ કાજે સાયકલ ઉપર નેપાળ -ભૂતાનનો પ્રવાસ સંપન્ન કર્યો છે

ગુજરાતના છેવાડે આવેલા દાહોદ શહેરમાં દરરોજ વહેલી સવારે શારીરિક સ્વસ્થતા કાજે સાઇકલિંગ કરનાર અનેક સાઇકલવીરો છે. દાહોદમાં સ્વાસ્થ્ય જાગૃતિ હેતુ, પર્યાવરણ જાગૃતિ હેતુ કે શોખથી સાઇકલિંગ કરનારા સાઇકલીસ્ટોની સંખ્યા 150 થી 200 જેટલી છે. જેઓ દરરોજ, આંતરે દિવસે કે મહિનામાં 5 - 7 વખત સાઇકલ લઈને લાંબા સ્થળ સુધી નીકળીને બેથી અઢી કલાકમાં 40થી 50 કિમી સાઇકલીંગ કરે છે.

સાઇકલીંગ સાથે જોડાયેલા આ લોકો સ્પેશ્યલ સાઇકલીંગ વખતે પહેરાતા ટી- શર્ટ કે શોર્ટ જેવા સાઇકલ વેર, હેલ્મેટ, વોટર બોટલ, ગોગલ્સ, ગ્લોવ્ઝ, હવા ભરવાનો મીની પંપ જેવી એસેસરી પણ વસાવે છે.દાહોદમાં રમણભાઈ મેડા, ડૉ. સલીમ ભાભરાવાલા, આસિફ મલવાસી, ડૉ.બી.એસ.અગ્રવાલ, ડૉ. પ્રકાશ દેવનાની, મયંક મેડા, મનોજ શાહ, ડૉ આરિફ ઈઝ્ઝી, મનોજ ભાવસાર, રાહુલ તલાટી, સુબોધ જોરાવર, અલ્પેશ પટેલ, હેમલ શાહ સહિત અનેક સાયકલીસ્ટો છે. દાહોદના રમણભાઈ મેડાએ 30 વર્ષ પહેલાં 1992 માં વડોદરાથી દિલ્હી જઈને આવવાનો 1200 કિમી.નો રેકોર્ડ માત્ર 36 કલાકમાં પુરો કરેલો.

બાયસિકલ બુમર્સ ગ્રૂપમાં 150થી વધુ લોકો સામેલ
છેલ્લા બે દાયકાથી સાઇકલીંગ કરતા ડૉ. પ્રકાશ દેવનાનીના “બાયસિકલ બુમર્સ ગ્રુપ”માં 150 થી વધુ લોકો સામેલ છે. તો 20 સભ્યોના બીજા ગ્રુપ ‘એડવેન્ચર્સ સ્પોર્ટ્સ’ના નેજા હેઠળ કે અંગત રીતે એકલા પણ નીકળીને અનેક લોકો દરરોજ કે આંતરે દિવસે અમસ્તા જ 30 -40 કે 50 કિમી સાઇકલીંગ કરતા હોય છે. અને તેમની આ સાઇકલોની કિંમત પણ રૂ.50,000 થી લઈને રૂ. 3 લાખ સુધીની છે.

ગત વર્ષે જ સાઇકલ પર અમે નેપાળ અને ભૂતાન ગયા હતા
મેં અને મારા મિત્ર મિહીર મછારે ફેબ્રુઆરી-’20માં સાયકલીંગ કરી નેપાળ અને ભૂતાન સુધીની 12,000 કિમીની સાયકલ યાત્રા 75 દિવસ‌માં પૂર્ણ કરી છે. દરરોજ સવારે 4થી 7 દરમ્યાન હું અને સિનિયર સાયકલીસ્ટ મારા 55 વર્ષીય પિતા રમણભાઈ મેડા, આસપાસના વિસ્તારોમાં સરેરાશ 40 કિમી. સાયકલીંગ કરીએ જ છીએ. >મયંક મેડા, સાયકલીસ્ટ

સાઇકલીંગના ફાયદા

  • પૈસા અને પેટ્રોલની બચત થાય છે.
  • પ્રદુષણ ન થતા પર્યાવરણનું જતન થાય છે.
  • હ્રદયરોગ- ઘૂંટણ-‌હાથ-પગના સાંધાની બિમારીઓ સાથે અન્ય અનેક શારીરિક વ્યાધિઓથી બચી શકાય છે.
  • ઇમ્યુનિટી વધતા ગંભીર દર્દોથી આગોતરું પ્રોટેક્શન મળે છે.
  • આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે.
  • વજન કંટ્રોલમાં રહેવા સાથે ઘટે છે.
  • ડાયાબિટીસ કે બ્લડપ્રેશર જેવી બીમારીમાં ફાયદો મળે છે.
અન્ય સમાચારો પણ છે...