SP કોરોના સંક્રમિત:ગુજરાતના વધુ ઉચ્ચ અધિકારી કોરોના સંક્રમિત બન્યા, દાહોદના પોલીસ વડા હિતેષ જોઈશરનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SPએ રસીના બંને ડોઝ લઈ લીધા હોવા છતા કોરોના સંક્રમિત થયા

દાહોદ જિલ્લામાં ગઈકાલે શહેરના 11 સહિત કુલ 15 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. હાલમા જ દાહોદ જિલ્લા પોલીસ વડા પણ કોરોના પોઝિટિવ આવતા પોલીસ બેડામા પણ ખળભળાટ મચી ગયો છે.

ગઈ કાલે દાહોદ જિલ્લામાં આરટીપીસીઆરના 1326 પૈકી 12 અને રેપીડ ટેસ્ટના 341 પૈકી 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં હતા. આ 15 કેસ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી 11 સામે આવ્યાં હતા, જ્યારે 4 કેસ પૈકી 2 દાહોદ ગ્રામ્ય અને 2 ગરબાડામાંથી નોંધાયાં હતા. દાહોદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતાં એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ગઇ કાલના 11 પોઝિટિવ કેસો સાથે શહેરના એક્ટીવ કેસની કુલ સંખ્યા 26 અે જિલ્લામા એક્ટીવ કેસની સંખ્યાં 41 પર પહોંચી ચુકી હતી.

આજના રિપોર્ટ આવવાના બાકી છે ત્યારે તે પહેલા જ દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈશરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમા આવેલા અધિકારીઓ અને પોલીસકર્મીઓ પણ ભયભીત થયા છે.આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતિ પ્રમાણે તેમને પ્રાથમિક લક્ષણો જણાતા રિપોર્ટ કરાવ્યો છે અને પોઝિટિવ આવતા તેઓ હાલ હોમ આઈશોલેશન મા હોવાનુ જાણવા મળયુ છે.અત્રે ઉલ્લેખનિય છે કે જિલ્લા પોલીસ વડાએ ગત જાન્યુઆરી મા રસીકરણના પ્રારંભના દિવસે જ તેઓએ પ્રથમ ડોઝ લીધો હતો.ત્યારબાદ સમય મર્યાદા મા બીજો ડોઝ પણ મુકાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...