નિર્ણય:દાહોદની મેમુ ટ્રેનોમાં બુધવારથી માસિક પાસની સુવિધા શરૂ કરાઇ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મંડળની અનારક્ષિત ટ્રેનોમાં સુવિધા શરૂ કરવાના આદેશ અપાયા

દાહોદ-રતલામ-ઉજ્જૈન-વડોદરા મેમુ ટ્રેનમાં બુધવારથી એમએસટી ટીકીટની સુવિધા મળવાની શરૂ થઇ ગઇ હતી. વિદ્યાર્થીઓ, આસપાસના ગ્રામ્ય વિસ્તારની પ્રજા અને દરરોજ અપડાઉન કરતાં મુસાફરોને પડતી સસ્યાને જોઇ રેલવેએ 15 સપ્ટેમ્બરથી મંડળની અનારક્ષિત ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનિય છે કે, ભાસ્કરે પણ 4 સપ્ટેમ્બરના અંકમાં મુસાફરીની હાલાકીના આ મુદ્દાને પ્રકાશિત કર્યો હતો. રતલામ રેલવે મંડળે આ મામલે રેલવે મુખ્યાલય મુંબઇને પ્રસ્તાવ મોકલ્યો હતો.

જેની મંજુરી આવતાં સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દાહોદ-રતલામ-નાગદા-ઉજ્જન રેલવે ખંડ પર એમએસટી દ્વારા મોટી સંખ્યામાં મુસાફરો રેલવેની સુવિધા મેળવે છે. કોરોના કાળમાં આ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. રેલવે ફરીથી અનારક્ષિત ટીકીટ સાથે રેલવે મુસાફરી સુવિધા મેમુ ટ્રેનમાં શરૂ કરી છે. જેનાથી રતલામ અને વડોદરા સુધી મોટી સંખ્યામાં લોકો દરરોજ મુસાફરી કરે છે.

સુવિધા શરૂ કરાઇ
માગણી થતાં મંડળ તરફથી મુખ્યાલયે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. 15 સપ્ટમ્બરથી રતલામ મંડળની અનારક્ષિત ટ્રેનોમાં એમએસટી ટીકીટની સુવિધા શરૂ કરી દેવાઇ છે.>વિનીત ગુપ્તા, ડીઆરએમ, રતલામ મંડળ

અન્ય સમાચારો પણ છે...