દાહોદ જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સપેક્શન ગોધરા પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડાની ઉપસ્થિતિમાં યોજાઇ રહ્યું છે. જેમાં જિલ્લા પોલીસ દ્વારા એસપી બલરામ મીણાના માર્ગદર્શનમાં સેરેમોનીયલ પરેડ, મોકડ્રીલ સહિતની વિવિધ ઇવેન્ટો યોજી હતી.
વાર્ષિક ઇન્સપેક્શન નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેરેમોનીયલ પરેડ યોજી હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક ભરાડાએ આ વેળા દાહોદ પોલીસનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ બેન્ડ દ્વારા સુમધુર સુરાવલીઓ, શિસ્તબદ્ધ ઉભેલા પોલીસ જવાનો, ઘોડેસવાર પોલીસ જવાનો, મહિલા પોલીસકર્મીઓ સહિતની પોલીસ ટીમનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલ પણ યોજાઇ હતી.
જેમાં જિલ્લામાં આતંકવાદી હુમલા જેવી ઘટના બને તો તેવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તેની મોકડ્રીલ યોજી હતી. જેમાં એક બિલ્ડીંગમાં છુપાયેલા લોકોને પકડવાથી લઇને સમગ્ર ઓપરેશનની મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ઓપરેશનને જિલ્લા પોલીસ દ્વારા મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ હતી.
જિલ્લા પોલીસ દ્વારા વાર્ષિક ઇન્સપેક્શનના ભાગરૂપે બિલ્ડીંગ ઇન્ટરવેશન, ચેકપોસ્ટ ડ્રીલ, રાયોટ ડ્રીલ, મેડીશન બોલ પીટી, ખાલી હાથ પીટી, રાઇફલ ડ્રીલ, સંત્રી ડયુટી, ગાર્ડ બદલી, યોગા સહિતની વિવિધ ઇવેન્ટો યોજાઇ હતી. જિલ્લા પોલીસે આ ઇવેન્ટોમાં પ્રશંસનીય પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.