દુષ્કર્મ:રાત્રે બહેનપણીના ઘરે સૂવા ગયેલી પરિણીતા સાથે દુષ્કર્મ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દરવાજો ખુલ્લો જોતા યુવક ઘરમાં ઘૂસ્યો

ધાનપુર તાલુકામાં બહેનપણી એકલી હોવાથી રાત્રે તેના ઘરે સુવા માટે ગયેલી પરીણિતા સાથે વહેલી સવારે ગામના યુવકે ઘરમાં ઘુસી બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતું. ધાનપુર તાલુકાની પરિણીતા બહેનપણી ઘરે એકલી હોવાથી તેના ઘરે સુવા માટે ગઇ હતી. તે દરમિયાન વહેલી સવારે ઘરનો દરવાજો ખુલ્લો જોઇ ત્યાંથી પસાર થતો સુક્રમભાઇ છગનભાઇ તડવી ઘરમાં ઘુસી 36 વર્ષિય પરિણીતાને બિભત્સ ગાળો બોલી તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યુ હતું.

તેમજ આ બાબતની જાણ કોઇને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ સંદર્ભે પરીણિતાએ સુક્રમભાઇ છગનભાઇ તડવી વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...