તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિંતા ટળી:ધાનપુરના ખજૂરી ગામના ગુમ થયેલા ત્રણ સગીરો મોરબીથી મળ્યા, પોલીસે મોબાઈલ નંબર પર ટ્રેસીંગ શોધ્યા

દાહોદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ સગીરો વડોદરા, અમદાવાદ થઈને મોરબી પહોંચી ગયા હતા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામેથી ત્રણ સગીર વયના પિતરાઈ ભાઈ બહેન હોળીના દિવસથી ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતાનો માહોલ હતો. ભારે શોધખોળ આદર્યા બાદ પણ ત્રણે બાળકો ના મળતાં પરિવારજનો પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોબાઈલ ટ્રેસીંગ દ્વારા ત્રણેય મોરબીથી હેમખેમ મળી આવતા પરિવારજનોને સોંપી દેવામા આવ્યા છે.

પરિવારજનો દ્વારા ગામમાં ત્રણેયની ભારે શોધખોળ આદરી

ધાનપુર તાલુકાના ખજુરી ગામે બામણીયા ફળિયામાં રહેતા સુનિતા બામણીયા (આશરે ઉંમર વર્ષ 13), ઈશ્વર (ઉ.વ.આશરે 17 વર્ષ) અને તેનો નાનો પિતરાઈ ભાઈ બામણીયા વિક્રમ આ ત્રણે ભાઈ - બહેન હોળીના દિવસે ગામમાં હોળી જોવા ગયાં હતાં. હોળી જોયા ગયા બાદ પણ ઘણો સમય વિત્યા બાદ આ ત્રણે બાળકો ઘરે ન આવતાં પરિવારજનો દ્વારા ગામમાં ત્રણેયની ભારે શોધખોળ આદરી હતી.

સગીરો મોરબીમાં એક બાંધકામ સાઈટ પર કામ કરતા હતા

પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. પરિવાર દ્વારા આ સંબંધે ત્રણે બાળકોના નામજોગ યાદી સોશિયલ મીડિયામાં પણ વહેતી કરી દીધી હતી. બાળકો ગુમ થતાં પરિવાર સહિત ગામમાં અનેક તર્ક વિતર્કો પણ વહેતાં થયા હતા. ત્યારે પોલીસ દ્વારા સઘન તપાસ શરુ કરવામાં આવી હતી. આ ત્રણ પૈકી ઈશ્વર પાસે મોબાઇલ હતો. જેથી આ મોબાઈલ નંબર પર પોલીસ સતત ટ્રેસીંગ કરતી હતી. તેના આધારે આ સગીરો મોરબીમાં એક બાંધકામ સાઈટ પર કામ કરતા હોવાની જાણકારી મળી હતી.

પીએસઆઇ બી.એમ.પટેલના જણાવ્યા પ્રમાણે મોરબીમાં પોલીસની એક ટીમ તૈયાર રાખવામાં આવી હતી. ટીમ પાસે તેમના ફોટા પણ હતા. જેથી ત્રણેયને મોરબીથી ધાનપુર લાવી માતા પિતાને સુપરત કરવામા આવ્યા છે. આ સગીરો પિતરાઈ છે. તેઓ થોડા પૈસા પાસે હોવાથી પહેલા વડોદરા ગયા હતા. વડોદરાથી અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદમાં એક લેબર કોન્ટ્રાકટર પાસે કામ માગવા ગયા હતા. આ લેબર કોન્ટ્રાકટર મારફતે તેઓ મોરબી પહોંચ્યા હોવાની માહિતી પોલીસ વિભાગ માંથી મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો