તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય તંત્ર સજ્જ:દાહોદના 4000 આરોગ્ય સેનાનીઓને બાળકોની માઇનોર સારવારની તાલીમ

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના તબીબી અધિકારીઓને પ્રોટોકોલની સમજ અપાશે

દાહોદમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્ય તંત્ર સજ્જ થઇ રહ્યું છે. આ સજ્જતાના ભાગરૂપે જિલ્લાના 4 હજારથી પણ વધુ આરોગ્યસેનાનીઓને બાળકોની માઇનોર સારવાર અંગે તાલીમ અપાઇ રહી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થવાની શક્યતાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓને આ તાલીમ આપી પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે.

દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓને માઇનોર પીડિયાટ્રિક ટ્રીટમેન્ટ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી રહી છે. આવા 160 જેટલા મેડિકલ ઓફિસર છે. બાળકોને કોરોના થવાના સંજોગોમાં તેમાં રેસીપોરેટ્રી ઇન્ડીકેટર સામાન્ય કરતા હોય છે. તેની સમજ તબીબી અધિકારીઓને આપવામાં આવે છે. માઇલ્ડ અને મોડેરેટ પ્રકારમાં કેવી સારવાર કરવી ? કેવા સંજોગોમાં બાળદર્દીઓને રિફર કરવા સહિતની સમજ અપાઇ રહી છે.

વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલી આષ્યુમાન ભારત યોજના અંતર્ગત દાહોદ જિ.માં ખોલેલા હેલ્થ વેલનેસ સેન્ટરમાં કાર્યરત સામુદાયિક આરોગ્ય અધિકારીઓ ઉપરાંત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબી અધિકારીઓને પણ તાલીમ અપાઇ છે. આ તાલીમ ડો. મોહિત દેસાઇ આપી રહ્યા છે. જેમાં આરોગ્યકર્મીઓને વિવિધ સમજ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...