રોકડની ઉઠાંતરી:દાહોદમાં સ્ટેશન રોડ પર દુધના વેપારીની 70 હજારની થેલી ઉઠાવી ગઠિયો ફરાર, ગઠિયો સીસીટીવીમાં કેદ થયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી

દાહોદમાં સ્ટેશન રોડ પર એક દૂધ વેચતાં વેપારીની 70 હજાર રોકડા ભરેલ બેગ અજાણ્યો ગઠિયો ઉઠાવી ગયો હતો. વેપારીની નજર ચુકવી રોકડા રૂપિયા ભરેલ થેલી લઈ નાસી જતાં આ સમગ્ર ઘટનાનો વીડિયો નજીકમાં આવેલ સીસીટીવીમાં કેદ થઈ જતાં ગઠિયાને પકડી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.

ગતરોજ દાહોદ શહેરના સ્ટેશન રોડની સામે રાબેતા મુજબ એક દૂધના વેપારી પોતાનું વેચાણ કરી રહ્યાં હતાં. ત્યારે એક અજાણ્યો ઈસમ ત્યાં આસપાસમાં ફરતો હતો અને દૂધના વેપારીની નજર ચુકવી રોકડા રૂપિયા 70 હજારની રકમની થેલી લઈ ફરાર થઈ ગયો હતો. થોડીવાર સુધી વેપારીને પોતાની રોકડા રૂપિયા ભરેલી થેલી ન જોવા મળતા બુમાબુમ થઈ ઉઠી હતી અને ઘટના સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં.

સમગ્ર મામલે નજીકમાં આવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરતાં અજાણ્યો ચોર ઈસમ આ રોકડા રૂપિયા ભરેલ થેલી લઈ જતો જોવા મળ્યો હતો. ભરબજારમાં ચીલઝડપની ઘટનાને પગલે વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા ચોર ઈસમનું પગેરૂ મેળવવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...