પ્રિમોન્સુન કામગીરી:દાહોદમાં MGVCL દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરાઇ, 6 કલાક વીજ પુરવઠો બંધ રખાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ તાર પર લટકતી ડાળીઓ કાપવામા આવી, જોખમી વીજ વાયર હટાવવા જરુરી

દાહોદમા એમ.જી.વી.સી.એલ દ્વારા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં વીજ લાઇન પર આવતા વૃક્ષોની ડાળીઓને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે દાહોદમાં બપોર સુધી વીજ પુરવઠો બંધ રાખવામા આવ્યો હતો. જેને કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ચોમાસા પહેલા દાહોદ એમજીવીસીએલ વિભાગ દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરવામા આવી છે. આ કામગીરી માટે દાહોદ શહેરમા ગોદી રોડ સિવાય તમામ વિસતારોમા સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામા આવ્યો હતો. જેને કારણે સ્વાભાવિક રીતે જ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે એક તરફ કાળઝાળ ગરમી હોવાથી નાગરિકો ગરમીના શેકાયા હતા.

આ સમય દરમિયાન વીજ લાઈન ઉપર આવતા વૃક્ષો તેમજ વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે શહેરમા ઘણે ઠેકાણે વીજ વાયરો જોખમી રીતે પથરાયેલા છે તેમજ વીજ થાંભલા પણ રસ્તાની વચ્ચે નાખેલા છે તેને હટાવવા જરુરી છે.

અન્ય સમાચારો પણ છે...