રાબડાલ સ્થિતિ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરખાતે માનસિક આરોગ્ય સ્વાસ્થ્યની જાગૃતિ ફેલાવવા માટે એસ.ડી.ડી કોલેજ ઓફ નર્સિંગ અનેએસ.આર. કડકીયા સ્કુલ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓના સહયોગ દ્વારા માનસિક આરોગ્ય અને બિનચેપી રોગ જેવા કે ડાયાબીટીશ કેન્સર, હાયપરટેન્સનના રોગોની જાગૃતી લાવવા માટે રૂલર લેવલથી પ્રયાસ કરાયો હતો.
સબ સેન્ટરના ઓક્ઝિબિશનમાં રાબડાલ ગામના 250થી વધુ લોકોએ લાભ લીધો હતો. એક્જિબિશનમાં દાહોદ જીલ્લા આરોગ્ય કચેરીમાથી અધિક જીલ્લા આરોગ્ય ડૉ કલ્પેસ બારીયા, આર.સી.એચ.ઓ ડૉ આર.ડી.પહાડીયા, EMO ડૉ નયન જોશી, QAMO ડૉ રાકેશ વહોનીયા, THO ડૉ ભગીરથ બામણીયા, તેમજ ડૉ કેવલ પંડ્યા હાજર રહ્યા હતા.
કોલેજ ઓફ નર્સિંગમાથી પ્રીન્સીપાલ ડૉ. (પ્રોફેસર) કૈલાશ એલ લતા તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા. માનસિક આરોગ્યના લક્ષણ જણાતા ડૉકટરની સલાહ લેવામાં ક્યારે સંકોચ કે શરમ રાખવી નહી. માનસિક રોગીની ક્યારેય નિંદા કરવી નહી તેમને મદદ આપવી જોઈએ, માનસિક બીમારી વીશે ખોટી માન્યતાઓ વિષે જાગૃતતા લાવવી જરૂરી છે. માનસિક તણાવ તમારા શારીરીક સ્વસ્થને અસર કરી શકે તે સહિતની માહિતી લાભાર્થીઓને આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.