ફાગણે ફાલ્યો અષાઢ:મેઘરાજાએ કમૂરતામાં મુહૂર્ત કાઢ્યુ, દાહોદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહીને પગલે દાહોદ શહેરમાં આજે સવારમાં જ વાતાવરણમાં પલ્ટો આવતાં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે.એકાએક જ જાણે ચોમાસુ બેઠુ હોય તેમ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી.

અડધા કલાક સુધી વરસાદે ધબડાટી બોલાવી
દાહોદ શહેરમાં આજરોજ સવારે 9:30 વાગે એકાએક વાદળો છવાઈ ગયા હતા.ત્યાર બાદ ગાજવીજ થવા લાગી હતી અને જાણે શ્રાવણ મહિનામા ભર ચોમાસે થાય તેવી વીજળી અને કડાકા થતા ભારે આશ્ચર્ય સર્જાયુ હતુ.તયાર પછી 10 વાગ્યાના અરસામા જોરદાર વરસાદ શરુ થઈ જતા કામ ધંધે જનાર લોકો અટવાઈ પડ્યા હતા.કારણ કે અમસતુ ઝાપટુ પડ્યુ ન હતુ પરંતુ જાણે ચોમાસાના મધ્યમા વરસે તેવો વરસાદ વરસવા લાગ્યો હતો. દેવગઢ બારીઆ,ધાનપુરમાં પણ વરસાદ વરસ્યો હતો.

અનાજ માર્કેટમા મોટા નુકસાનની સંભાવના
દાહોદ અનાજ માર્કેટમા ઘઉ ચણાની ખરીદી પૂરજોશમા ચાલી રહી છે.જેથી વેપારીઓનુ અનાજ ખુલ્લામા પડી રહ્યો હતો.એકાએક વરસાદ તૂટી પડતાં વેપારીઓમા દોડધામ મચી ગઈ હતી.અનાજ ઢાંકવા તાત્કાલિક કેવી રીતે વ્યવસ્થા કરવી તે યક્ષ પ્રશ્ન હતો.જો કે વહીવટીતંત્રે પહેલેથી જ સાવચેતી રાખવા ચેતવણી આપી હતી પરંતુ આવો વરસાદ તૂટી પડશે તેવો કોઈને સ્વપ્નેય કોઈને વિચાર ન હતો.

પરીક્ષાર્થીઓ, પૂજા કરવા ગયેલી મહિલાઓ અટવાઈ પડ્યા
બીજી તરફ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે.આજે સવારે 10 કલાકે ધોરણ 10ની બેઝિક ગણિત પરીક્ષા હતી.તે સમયે જ વરસાદ તૂટી પડતા વાલીઓ,પરીક્ષાર્થીઓ અને શિક્ષકો પણ અટવાઈ પડ્યા હતા.વરસાદને કારણે શહેરમા રસ્તાઓ પર પાણી ફરી વળયા હતા.ત્યારે આજે ફાગણ વદ દસમ હોવાથી મહિલાઓ પીપળાની પૂજા કરવા ગયેલી મહિલાઓ પણ અટવાઈ પડી હતી.