બેઠક:દાહોદમાં વિધાનસભા ચૂંટણીના અનુસંધાને રાજકીય પક્ષોના જનપ્રતિનિધિઓ સાથે બેઠક

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા યુવા મતદાતાઓની નોંધણી અભિયાન સાથે કરવા જણાવતા જિલ્લાના રોલ ઓબ્જર્વર્સ

જિલ્લા સેવા સદન ખાતે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને રાજકીય પક્ષોના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. જિલ્લાના રોલ ઓબ્જર્વર્સ ડી.કે. પારેખની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તેમણે રાજકીય પક્ષોના જનપ્રતિનિધિઓને નવા મતદાતાઓની નામ નોંધણી માટે સહયોગ કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ યોજાયેલી ઇલેક્ટ્રોલ રોલ સ્પેશ્યિલ સમરી રિવિઝન બેઠકમાં પારેખે જિલ્લામાં તમામ નવા યુવા મતદાતાઓની નોંધણી થાય એ માટે એક અભિયાન સ્વરૂપે કામ કરવા જણાવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે યોજાયેલી બેઠકમાં રોલ ઓબ્જર્વર્સ પારેખે જણાવ્યું કે, મતદાર યાદીની જોગવાઇ મુજબ 1 ઓક્ટોબર, 2022 સુધીમાં 18 વર્ષ પૂર્ણ થતા હોય તે સૌ યુવાનોના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવાના થતા હોય એક અભિયાન સાથે કામગીરી સત્વરે પૂર્ણ કરવાની છે. જેમના ગત તા. 1-1-2022 થી તા. 1-10-2022 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કર્યા છે. પરંતુ મતદાન યાદીમાં હજુ તેમનું નામ નોંધાયું નથી. એમના નામ સત્વરે નોંધવાના છે.

બેઠકમાં ધારાસભ્ય સર્વ વજેસિંગભાઇ પણદા, ચંદ્રિકાબેન બારીયા સહિતના જનપ્રતિનિધિઓ, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દર્શક વિઠલાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...