કેમ્પ:દાહોદ શહેરમાં 1 સાથે પાંચ સ્થળે મેડિકલ કેમ્પ યોજાયો

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 450 લોકોએ તપાસ-320 લોકોએ વેક્સિન મુકાવી

દાહોદ શહેરમાં કેશવ સેવા સમિતિ તથા નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રયાસોથી શહેરના 5 સ્થળે એક સાથે નિઃશુલ્ક ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આ કેમ્પમાં શહેરના 17 જેટલા ડોક્ટર્સ સાથે 40 મેડિકલ સ્ટુડન્ટ અને પેરામેડિકલ સ્ટાફે સેવાઓ આપી હતી.

કેમ્પમાં નિઃશુલ્ક બ્લડ પ્રેશર,બ્લડ સુગર, હૃદય રોગની તકલીફો, શરીરનું તાપમાન, ઓક્સિજન લેવલ તેમજ બાળકો મહિલાઓની બીમારીના તજજ્ઞો તપાસ કરી હતી. કેમ્પની સંપૂર્ણ વ્યવસ્થામાં NMO, VHP, ABVP, શૈક્ષિક મહાસંઘ,ભારતીય વિચારમંચ સહિતની સંસ્થાના 50 જેટલા કાર્યકર્તાઓ સેવા આપી હતી. ભીલવાડા તળાવ ફળિયુ, ગોદીરોડ સિંગલ ફળિયુ, સુખદેવ કાકા વાસ, ગારખાયા અને ગૌશાળા વિસ્તારમાં યોજાયેલા આ 5 કેમ્પમાં 450 લોકોએ તપાસ કરાવી હતી. તાલુકા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા 320 લોકોને કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન મુકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...