તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી તાલુકા પંચાયત સીટના ઉમેદવારને ગ્રામ પંચાયત ખાતેથી ચુંટણીને લગતા કાગળો મેળવવા માટે પોલીસ પ્રોટેક્શનની માંગ સાથે પંચાયત ખાતે પહોંચી ગયા હતા જ્યાં તેમને ઘરવેરા સહીતના કાગળો ન મળતા સંજેલી ચૂંટણી અધિકારીને જાણ કરાઇ હતી.તાત્કાલિક તલાટીને લેખિત જાણ કરી સંજેલી મામલતદાર ખાતે બોલાવી ઉમેદવારને ઉમેદવારી નોંધાવવા માટે પંચાયતમાંથી શૌચાલય, ઘરવેરા સહિતના કાગળો અપાવતા ગામ સહિત તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોનું સમીકરણ બદલાતાં જ કેટલાય ઉમેદવારો પોતાની મનમાની ચલાવી ઉમેદવારોને દબાવવાની કોશિશ કરી રહ્યાં છે.માંડલી પંચાયત ખાતે આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માંડલી તાલુકા પંચાયત સીટના ઉમેદવારને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે હરીફ ઉમેદવાર દ્વારા પંચાયતમાંથી પુરતા કાગળો ન આપવા બાબતે અવનવા પેંતરા રચવામાં આવી રહ્યાં છે.
પરંતુ ગામના પણ કેટલાય જાગૃત લોકો દ્વારા માંડલી પંચાયત સીટને બિનહરીફ ન થવા દેવા તેમજ લોકોને મતદાન થાય તે બાબતે રસ દાખવી ઉમેદવાર ઉમેદવારી કરે તેવા આશયથી ગામની મહિલાને ઉમેદવારી નોંધાવવા માટે પુરતા કાગળો માંડલી તાલુકા સીટના મહિલા ઉમેદવારે પંચાયતમાંથી ઘરવેરા, શૌચાલય જેવા કાગળો મેળવવા થતી હેરાનગતિને લઈને પોલીસની મદદ લઈ બુધવારના રોજ પંચાયત ખાતે પહોંચી ગઈ હતી.
જ્યાં પણ તેના હરીફ ઉમેદવારના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ પંચાયત ખાતે બોલાચાલી,મારઝુડ થઈ હતી જે બાદ મહિલા ઉમેદવાર દ્વારા સંજેલી ખાતે આવી ચૂંટણી અધિકારીને લેખિત જાણ કરવામાં આવતા તલાટીએ દફતર સાથે સેવાસદન ખાતે બોલાવી મહિલા ઉમેદવારને ઉમેદવારી માટે પંચાયતમાંથી ઘરવેરા શૌચાલય સહિતના કાગળો અપાવ્યાં હતાં.પંચાયતમાંથી શૌચાલય, ઘરવેરા સહિતના કાગળો અપાવતા ગામ સહિત તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ પ્રોટેક્શન સાથે ગઇ હતી
માંડલી સીટના હરીફ ઉમેદવાર માથાભારે હોય જેને ધ્યાને લઇને પંચાયતમાંથી ઘરવેરા શૌચાલય સહિતના કાગળો મેળવવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે બુધવારના રોજ લેવા માટે ગઇ હતી. જ્યાં હરીફ ઉમેદવારના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા ધાક ધમકી અપાતાં તાલુકા ચૂંટણી અધિકારીને આવી જાણ કરતાં તલાટીને સંજેલી ખાતે બોલાવી શૌચાલય,ઘરવેરા સહીતના કાગળો અપાવ્યાં હતાં >શોભનાબેન નિસરતા, ઉમેદવાર
તલાટીને તાત્કાલિક દફતર સાથે બોલાવી કાગળો અપાવ્યા હતા
માંડલી તાલુકા પંચાયતના ઉમેદવારને પંચાયતમાંથી ઘરવેરા શૌચાલય સહિતના કાગળો મેળવવા માટે ડખો ઉભો થયો હતો. તલાટીને તાત્કાલીક લેખિત જાણ કરી સંજેલી તાલુકામાં દફ્તર સાથે બોલાવી ઘરવેરા, શૌચાલય સહિતના કાગળો ફી ભરાવી અપાવી દીધા હતા. > પી.આઈ. પટેલ, ચૂંટણી અધિકારી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.