વિરોધ:દાહોદ જિલ્લામાં મામલતદારો- કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગરબાડા મામલતદાર ડો.એ.બી.જાદવ અને કચેરીના સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. - Divya Bhaskar
ગરબાડા મામલતદાર ડો.એ.બી.જાદવ અને કચેરીના સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.
  • સાંસદ અને ધારાસભ્યના અશોભનીય વર્તનનો વિરોધ

દાહોદ જિલ્લામાં મામલતદારો સહિત તમામ કર્મચારીઓએ ગુરુવારે કાળીપટ્ટી ધારણ કરી ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને માજી ધારાસભ્ય સતીષ નિશાળિયા દ્વારા કરજણ મામલતદાર સાથે કરેલા અશોભનીય વર્તનનો વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરમાં જ કરજણ ખાતે મામલતદાર અને તેમના કર્મચારીઓ સાથે ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા તેમજ માજી ધારાસભ્ય સતિષ નિશાળિયા દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું. જેને લઇને રાજ્ય ભરમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સતિષ નિશાળિયા વિરુદ્ધ પ્રદર્શનો કરી દાહો શહેર સાથે લીમખેડા, સીંગવડ, ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, દેવગઢ બારિયા, ગરબાડા,સંજેલી તાલુકામાં મામલતદારો અને કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

સંજેલી મામલતદાર, પી.આઈ પટેલ અને આ કચેરીમાં ફરજ બજાવતા મહેસુલી અધીકારીઓ કાળીપટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યા હતા. શુક્રવારે ગુજરાતભરના મામલતદારો માસ સીએલ પર ઉતરશે.

સીંગવડમાં પણ કાળી પટ્ટી ધારણ કરી સાંસદના વર્તનનો વિરોધ
સીંગવડ ખાતે મામલતદાર એન. એન બારીયા અને નાયબ મામલતદાર હિતેશ ડામોરની આગેવાની હેઠળ મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સાંસદ દ્વારા કરવામાં આવેલા ધૃણાત્મક વર્તનનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...