નિર્ણય:દાહોદ જિલ્લામાં જામીન આપવા માટે મામલતદારોને નિયુક્ત કરાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અટકાયતી પગલાંની વધેલી કામગીરીને જોતાં નિર્ણય

દાહોદ જિલ્લામાં ચુંટણીના સમયે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવાની સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નહીં મળવાના કિસ્સામાં સમસ્યા ઉભી થતી હોય છે. ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે કલેક્ટર દ્વારા કાયદાકિય કાર્યવાહી પૂર્ણ કરવા માટે મામલતદારોની ચુંટણી પ્રક્રિયા દરમિયાન અધિકૃત કર્યા છે.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 ની જાહેર કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લામાં પોલીસ ખાતા તરફથી રજૂ થતા આરોપીઓની સંખ્યામાં વધારો થવાની શકયતાથી મદદનીશ ચૂંટણી અધિકારીઓ તરીકે ઘણી વાર સબ ડિવિઝન મેજિ. મુખ્ય મથકે હાજર ન હોવાથી અથવા ફેરણી સમયે બહાર ગયા હોય તેવા પ્રસંગ બને છે.

જેથી સમયસર કેસો ચલાવવામાં મુશ્કેલી ઉભી ન થાય એ માટે 1973 ની કલમ 109 તથા કલમ 110 (જી) ના કેસમાં આરોપીઓને રજુ કરવા તથા કરવા પાત્ર તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવા માટે સબંધિત તાલુકાના મામલતદાર અને એકઝિક્યુટિવ મેજીસ્ટ્રેટોને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન તા. 10 ડિસેમ્બર સુધી તેમના કાર્યક્ષેત્રના ગામો પુરતા અધિકૃત કરવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...