નિર્ણય:દાહોદ જિલ્લામાં કલમ 109-110ના કેસો ચલાવવાની સત્તા મામલતદારને સોંપાઇ

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત ચૂંટણી સંદર્ભે કલેક્ટરનો નિર્ણય
  • ચૂંટણી ટાંણે કેસો વધવાની શક્યતા

દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ એક આદેશ દ્વારા સી.આર.પી.સી. કલમ 109 અને કલમ 110 ના કેસો પેટા વિભાગીય મેજિસ્ટ્રેટોના બદલે સંબધિત તાલુકા વિસ્તારની હકુમત માટે એક્ઝિકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદારોને 24 નવેમ્બરથી આગામી તા. 24 ડિસેમ્બર સુધી ચલાવવા અધિકૃત કર્યા છે.

આ આદેશ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આ કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતાને ધ્યાને લઇને કરવામાં આવ્યો છે. જેથી પેટા વિભાગીય મેજીસ્ટ્રેટો પાસે કામગીરીનું ભારણ ઘટે અને તેઓ વધુ અસરકારક રીતે ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી કરી શકે.

અન્ય સમાચારો પણ છે...