ભાસ્કર વિશેષ:મહુડીના યુવકે એમેઝોનમાં કામ કરી કમિશન મેળવવાની લાલચમાં 1 લાખ રૂપિયા ગુમાવ્યા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિચાર્જના બહાને ફોન પે, ગુગલ પે અને બેંક એકાઉન્ટમાં રૂપિયા નખાવ્યા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મહુડી ગામના યુવકે એમેઝોનમાં કામ કરીને કમીશન મેળવવાની લાલચમાં વિવિધ તારીખોમાં ફોન પે, ગુગલ પે તેમજ બેંક એકાઉન્ટમાં 1.07 લાખ નાખી દીધા હતાં. અંતે તેમની સાથે છેતરપીંડી થઇ હોવાનો ભાસ થતાં ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મહુડી ગામના વતની અને હાલ ઝાલોદની સર્વોદય સોસાયટીમાં રહેતાં સમુભાઇ જીવનભાઇ કટારા એકલગ્રામોથાન સંસ્થામાં ગામડાઓના છોકરા-છોકરીઓને કમ્પ્યુર તથા સિવણ શીખવાડવાની સેવા આપે છે.

2 ઓક્ટોબરના રોજ તેઓ સર્વોદય સોસાયટી સ્થિત ઓફિસે હતાં ત્યારે ફ્લિપકાર્ડની ભરતીનો માસિક દસ હજાર પગારનો મેસેજ તેમના મોબાઇલ ઉપર આવ્યો હતો. લીંક ખોલ્યા બાદ ફરી મનોહરલાલ નામક વ્યક્તિનો મેસેજ આવતાં તેણે માંગેલી માહિતી આપી હતી. એમેઝોન ઇન્ડિયાને વેચાણ વધારવામાં મદદ કરવાની ઓનલાઇન નોકરીમાં 200નું રિચાર્જ કરો તો 205 રૂપિયા કમીશન મળશે અને કામ પૂર્ણ કર્યા બાદ 504 રૂપિયા ઉપાડી કમાણી કરવાની લાલચ આપવામાં આવી હતી.

સમુભાઇને આપવામાં આવેલી સુચના આધારે તેમણે ગુગલ પે, ફોન પે અને બેંક એકાઉન્ટથી વિગ્નેશ ચીદમ્બરમના એકાઉન્ટમાં વિવિધ તારીખોમાં 1,07,001 રૂપિયા રીચાર્જના નામે નાખ્યા હતાં. આ રકમના બદલે 2,27,555 રૂપિયા ઉપાડવા માટે વધુ 80 હજારનો ઓર્ડર પુરો કરવાની સુચના આપવામાં આવતાં સમુભાઇને શંકા ગઇ હતી. આ મામલે અંતે સમુભાઇએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...