વધુ એક ફરિયાદ:ઝાલોદમાં વિદ્યાર્થિનીનો બાથરૂમનો વીડિયો ઉતારી દુષ્કર્મ આચરનાર લંપટ ટ્યુશન શિક્ષકે અન્ય સગીરાની પણ છેડછાડ કરી હતી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવાઈ, કાયદેસરની કાર્યવાહી શરુ

થોડા દિવસો પહેલા દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક ટ્યુશનના સંચાલક દ્વારા ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરવા આવતી એક વિદ્યાર્થિનીનો બાથરૂમનો વીડિયો ઉતારી તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે આ શિક્ષક વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં શિક્ષકે અગાઉ વધુ એક સગીરા સાથે સારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.

ઝાલોદ નગરમાં હેતા ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશ ડામોર દ્વારા ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરવા આવતી ઝાલોદ તાલુકામાં રહેતી એક સગીર વિધાર્થિનીનો બાથરૂમનો વીડિયો ઉતારી સગીર વિધાર્થિની ઉપર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે આ સંબંધે સગીરા દ્વારા ઝાલોદ પોલીસ મથકે નૈનેશ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશ ડામોરની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. ત્યારે આ સંચાલક વિરૂદ્ધ વધુ એક ફરિયાદ ઝાલોદ પોલીસ મથકે નોંધાવા પામી છે. જેમાં થોડા સમય પહેલા આ સંચાલક નૈનેશ ડામોર દ્વારા ઝાલોદ તાલુકામાં રહેતી અન્ય એક સગીર વિધાર્થિની સાથે પણ સારિરિક છેડછાડ કરી સગીર વિદ્યાર્થિની છેડતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...