તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:દાહોદ જિલ્લામાં આગામી 11 સપ્ટેમ્બરે લોકઅદાલત યોજાશે

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા, સંજેલીમાં યોજાશે

દાહોદ ખાતે ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદનાં અધ્યક્ષ સ્થાને તથા તાલુકા કક્ષાએ દેવગઢ-બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા, સંજેલી કોર્ટોમાં આગામી તારીખ 11 સપ્ટેમ્બર શનિવારના રોજ સવારના 10.30 કલાકે નેશનલ લોક અદાલત યોજાશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, ન્યુ દિલ્હીના આદેશથી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોક અદાલતમાં દાહોદ જીલ્લાની તમામ કોર્ટોમાં ચાલતા કિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, નેગોશીએબલ ઈન્સ્ટમેન્ટ એકટની કલમ-138 હેઠળના કેસો, બેંક રિકવરી વળતરના કેસો, વાહન અકસ્માતના રિપોર્ટવાળા કેસો તથા દરખાસ્તો સહિત, કૌટુંબિક તથા લગ્ન જીવનને લગતા કેસો, શ્રમયોગી સંબંધિત તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળના કેસો, વીજળી તથા લાઈટ બીલના કેસો (ચોરી સિવાયના કેસો), દિવાની કેસો જેવા કે ભાડુઆત સંબંધિત, બેક લેણા તથા સીવીલ દરખાસ્તો કોર્ટમાં પેન્ડીંગ હોય તેવા કેસો લોક અદાલતમાં મુકી પક્ષકારોની સંમતિથી સમાધાનથી ફેસલ કરી શકાશે.

વધુમાં ઉક્ત કેસોમા લોક અદાલતના માધ્યમથી સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધીત કોર્ટનો સંપર્ક કરી તાત્કાલીક અરજી કરવી જેથી સામા પક્ષકારને નોટીસ કરી હાજર રખાવી સમાધાનથી કેસ પુરો કરી શકાય.

પ્રિલિટીગેશન કેસો અથવા પેન્ડીગ કેસો જે દાહોદ જિલ્લા ન્યાયાલયમાં કે તાલુકા કક્ષાની અદાલતોનાં કાર્યક્ષેત્રમાં હોય ત્યાં જે તે વ્યક્તિએ કે તેમનાં વકીલે સંબંધીત કોર્ટમાં કેસ તા. 11-9-21ના રોજ આયોજીત “ નેશનલ લોકઅદાલતમાં મૂકવા સંપર્ક કરી શકાશે. લોક અદાલતમાં કેસોનો ઝડપી નિકાલ આવે છે. વળતર અરજીના કિસ્સામાં અરજદારને વળતરના નાણાં ઝડપથી મળે છે. આ લોકઅદાલતનો મહત્તમ લાભ લેવા સેક્રેટરીએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...