પાણી લાલ થઈ ગયુ:​​​​​​​દાહોદ પાસે લક્ષ્મીનગરમાં બોરીંગમાથી એકાએક જ લાલ રંગનુ પાણી નીકળતા સ્થાનિકોમા ભય

દાહોદ14 દિવસ પહેલા
  • મોટા ભાગના ઘરોમા ચકલી ચાલુ કરતા જ લાલ પાણી આવવા લાગ્યુ

દાહોદ શહેર પાસે આવેલા લક્ષ્મીનગર વિસ્તાર ખાતે બોરિંગનું પાણી લાલ રંગનું નીકળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નજીકમાં આવેલ એસ.ટી.પી પ્લાન્ટના કારણે બોરિંગનું પાણી દૂષિત થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

દાહોદ શહેરના લક્ષ્મીનગર વિસ્તાર ખાતે આજરોજ સ્થાનિક રહીશો પોતપોતાની બોરિંગની મોટર ચાલુ કરી પાણી ભરતા હતા. તે સમયે ધીમે - ધીમે 60 ટકા જેટલા ઘરોમાં બોરિંગનું પાણી લાલ રંગનુ આવવા લાગ્યુ હતુ. લાલ કલરનું બોરિંગનું પાણી જોતાજ સ્થાનિકો અચંબામાં મુકાઈ ગયા હતા અને એકક્ષણે સૌ કોઈ સ્તબ્ધ થઇ ગયા હતા.

આ પાણી કઈ રીતે લાલ થઇ ગયું તેવા અનેક સવાલો હાલ લોકોમાં વહેતા થવા પામ્યા છે. જાણવા મળ્યા પ્રમાણે નજીકમાં બનેલા એસ.ટી.પી પ્લાન્ટના કારણે પાણી દૂષિત થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પાણીના પરીક્ષણમાં કોઈક તત્વોનુ પ્રમાણ વધારે આવતાં સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ પાણી પીવા માટે જોખમકારક હોવાનું પરીક્ષણમાં સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...