તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો વેડફાટ:ગરબાડા ના સાહડા ગામે  પાણીની લાઇન તૂટી જતા હજારો લીટર પાણી વેડફાયુ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડાણાથી આવતી પાણીની પાઇપ લાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા હાલ વાવણીની ચાલતી હોય ખેતરોમાં પાણી ભરાતા બીયારણને નુકશાન થવાની ભીતી સત્વરે પાઇપ લાઇન લીકેજ બંધ કરી રીપેરીંગ કામ હાથ ધરવા ખેડુતોની માંગ

ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પસાર થતી કડાણા પાઈપલાઈનમાં આજરોજ ભંગાણ સર્જાતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વધુ મળતી માહિતી પ્રમાણે ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પસાર થતી કડાણાની પાઈપ લાઈનમાં કોઈ કારણસર ભંગાણ સર્જાયું છે.જેના લીધે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જો કે અત્રે ઉલ્લેખનીય છે. કડાણા પાઇલાઇનમાં અવારનવાર ભંગાણ થતું હોવા છતાંય જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રા માં જોવા મળી રહ્યા છે. હાલ ચોમાસુ ટાણે ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણો નથી વાવણી માટે ખેતરોમાં બિયારણ નાખવામાં આવ્યા છે.

આજરોજ પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણના લીધે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યા જેવી સ્થિતિ છે.ખેડૂતો તરફથી જે પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમાં વધુ પાણી ભરાઈ જતાં તેમના પાકને નુક્સાન થયું છે. હાલ આ મામલે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જોકે હાલ સ્થાનિક ખેડૂતોએ પાઈપલાઈનમાં સર્જાયેલ ભંગાણને સત્વરે સમારકામ કરવામાં આવે તેવી લાગણી સાથે માગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...