દેવગઢ બારિયા તાલુકાના મેઘામુવાડી ગામે કટીંગ કરવા માટે ખેતરમાં વિદેશી દારૂ ઉતાર્યો હોઇ પોલીસે છાપો માર્યો હતો. રૂા.1.12 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. આ વખતે ત્યાં હાજર બે યુવકો ફરાર થઇ ગયા હતાં. દેવગઢ બારિયા તાલુકાના મેઘામુવાડી ગામમાં ભગત ફળિયામાં આવેલા એક ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી દેવગઢ બારિયા પોલીસને મળી હતી.
તેના આધારે પોલીસે છાપો મારતાં ત્યાં હાજર મેઘામુવાડી ગામના જ નાનજીભાઇ ધીરાભાઇ પટેલ અને જશવંતભાઇ બલસિંગભાઇ પટેલ ભાગી છુટ્યા હતાં. પીછો કરવા છતાં બંને હાથ લાગ્યા ન હતાં. પોલીસે ખેતરમાંથી 1,12,992 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિઅરની 1056 બોટલો જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે દેવગઢ બારિયા પોલીસે બંને સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.