બુટલેગરો બેફામ:ધાનપુરના પાવમાં બુલેટના પાઈલોટીંગ સાથે તુફાનમાં લઈ જવાતો 1.50 લાખનો દારુ ઝડપાયો

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે વિદેશી દારૂની હેરાફેરી ચાલતી હતી.ત્યારે પોલીસે બાતમીને આધારે ઓચિંતી રેડ પાડી હતી. પોલીસે એક તુફાન ગાડી અને એક બુલેટ કબજે કરી તુફાન ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂ. 1 લાખ 50 હજાર 346નો જથ્થો કબજે કરી વાહનો મળી કુલ રૂ. 5 લાખ 60 હજાર 341નો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની અટકાયત કરી છે. જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં ભાગવાનો પ્રયાસ કર્યો
ગત તા 6 સપ્ટેમ્બરના રોજ ધાનપુર પોલીસને મળેલી બાતમીના આધારે પાવ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. તે સમયે ત્યાંથી એક તુફાન જીપ તથા તેની આગળ પાઈલોટીંગ કરી રહેલ એક બુલેટ ટુ વ્હીલર ગાડીનો ચાલક પસાર થઈ રહ્યો હતો. પોલીસને તેઓની ઉપર શંકા જતાં પોલીસે ગાડીઓ ઉભી રાખવાનો ઈશારો કરતાં ગાડીના ચાલકો પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતાં હતાં.

તુફાનમાં બેઠેલા બે ઝડપાયા, બે બુલેટ સવાર ફરાર
જો કે પોલીસે તુફાન ગાડીમાં સવાર ચાલક અલ્કેશભાઈ બાબુભાઈ સંગોડ (રહે. ડુમકા, દુકાન ફળિયુ, તા. ધાનપુર, જિ.દાહોદ) અને તેની સાથેનો રાહુલભાઈ બાબુભાઈ પસાયા (રહે. રાછવા, ટાંકી ફળિયું, તા. ધાનપુર, જિ.દાહોદ)ને પોલીસે તુફાન ગાડી સાથે ઝડપી પાડ્યાં હતાં. ત્યારે બુલેટ પર સવાર વિનુભાઈ મગનભાઈ માવી અને કૌશલભાઈ મગનભાઈ માવી (બંન્ને. રહે. કૌટંબી, માવી ફળિયુ, તા. ધાનપુર, જિ.દાહોદ) બુલેટ સ્થળ પર મુકી નાસી જવામાં સફળ રહ્યાં હતાં.

તુફાનમાંથી વિદેશી દારુની 1149 બોટલ ઝડપાઈ
પોલીસે તુફાન ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 1149 કિંમત રૂા. 1,50,341 અને બંન્ને વાહનો તેમજ વિગેરે મુદ્દામાલની કિંમત મળી કુલ રૂા. 5 લાખ 60 હજાર 341નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ધાનપુર પોલીસે આ સંબંધે તમામ ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...