દારૂની હેરાફેરી અટકી:દાહોદના કંજેટા પાસેથી ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસે કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટકાયત કરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદના કંજેટા પાસેથી કારમાં લઇ જવાતો દારુ પોલીસે જપ્ત કર્યો છે. ધાનપુર પોલીસને મળેલી બાતમીના આધારે નાકાબંધી કરી હતી. તે દરમિયાન કંજેટા ગામે રોડ પરથી રૂ. 67 હજાર ઉપરાંતની કિંમતના બીયરના જથ્થાં સાથે કાર ઝડપી પાડી હતી. રૂ. 3 લાખની કિંમતની કાર તથા એક મોબાઈલ ફોન મળી રૂ. 3 લાખ 73 હજાર 200ના મુદ્દામાલ સાથે કારના ચાલકની અટકાયત કરી છે.

પોલીસને બાતમી મળી હતી
પ્રાપ્ત વિગત અનુસાર, દેવગઢ બારીયા તાલુકાના સીમલાધસી ગામનો મહેન્દ્ર બળવંતભાઈ રાઠવા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના જોલીયા ગામના પટેલ ફળિયાના મુલચંદ ઉર્ફે મુરચંદ નાનસિંઘભાઈ ડામોરના ઠેકા પરથી પોતાની (GJ09BB-3519) નંબરની ગાડીમાં બીયર તથા દારૂનો જથ્થો ભરીને પોતાના ગામ તરફ આવતો હોવાની ધાનપુર પી.એસ.આઈ બરંડાને બાતમી મળી હતી.
નાકાબંધી વખતે જ કાર આવી પહોંચી
બાતમીના આધારે પીએસઆઈ તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમ કંજેટા ગામે નાકાબંધી કરી હતી. તે વખતે જ બાતમીમાં દર્શાવેલી નંબરવાળી ગાડી દુરથી આવતી નજરે પડતાં નાકાબંધીમાં ઉભેલી ધાનપુર પોલીસ સાબદી બની હતી. ગાડી નજીક આવતાં જ ગાડીને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂા. 67 હજાર 200ની કુલ કિંમતની 672 બીયરટીના ભરેલા પેટી નંગ-28 ઝડપી પાડી હતી.
કાર ચાલક સહિત બે સામે ફરિયાદ
કાર ચાલક મહેન્દ્ર બળવંતભાઈ રાઠવાની અટકાયત કરાઈ છે. તેની પાસેથી રૂ. 6 હજારની કિંમતનો મોબાઈલ ફોન, તથા રૂ. 3 લાખની કિંમતની ગાડી મળી રૂ. 3 લાખ 73 હજાર 200નો મુદ્દામાલ કબજે લઈ ધાનપુર પોલીસે કાર ચાલક સીમલાધસી ગામના મહેન્દ્ર બળવંતભાઈ રાઠવા તથા મધ્યપ્રદેશના જોલીયા ગામના મુલચંદ ઉર્ફે મુરચંદ નાનસિંઘભાઈ ડામોર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...