દાહોદના બસ સ્ટેશનમાં અમદાવાદ જવા આવેલી 4 મહિલા પાસેથી રૂપિયા 85,501 ની દારૂ તથા બિયરની 803 બોટલો મળી આવી હતી. દાહોદ બી ડિવીઝન પી.આઇ એમ.એન.દેસાઇને દાહોદ બસ સ્ટેશનમાં પ્લેટ ફોર્મ નં 3 અને 5 ઉપર કેટલીક મહિલાઓ દારૂના પોટલા લઇને અમદાવાદ જવા માટે બસમાં બેસવા આવનાર હોવાની બાતમી મળી હતી.
જેની મલેલી બાતમીની માહિતી આધારે પેટ્રોલીંગમાં નિકળેલ સ્ટાફના મહેશભાઇ તોફાનભાઇ, અયુબભાઇ સિમોનભાઇ, રેખાબેન રતનસિહં, દિપકકુમાર મીનેષભાઇને કરતાં તેઓ બસ મથકમાં મહિલાઓની વોચમાં હતા. તે દરમિયાન બાતમીમા દર્શાવ્યા મુજબની 4 મહિલાઓ પોટલા લઇને આવતાં મહિલા પોલીસ સ્ટાફના રેખાબેન રતનસિંહે મહિલાઓને ઉભી રખાવી તેમની પાસેના પોટલાની તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી.
ચારે મહિલાઓ પાસેથી 85,501 રૂા.ની દારૂ તથા ટીન બીયરની મળી કુલ 803 બોટલો મળી આવી હતી. જથ્થા સાથે ગરબાડા તાલુકાની નઢેલાવની કબુબેન મીથુન હઠીલા, માતવા ગામની અબુબેન શંકર ડામોર, દાહોદની અને હાલ અમદાવાદ અંબીકાનગરમાં રહેતી રેતુબેન મનીષ મીનામા તથા આમલી ખજુરીયાની સાજનબેન ઉર્ફે સરલાબેન ગોપાળભાઇ કલારાની ધરપકડ કરી દાહોદ બી ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.