તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:થાળામાં ખુલ્લા ખેતરમાંથી રૂપિયા 1.94 લાખનો દારૂ, બિયર ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસને જોઇ પીપળીયાનો કલ્પેશ મેતુ તાવીયાડ ફરાર થતાં ગુનો નોંધાયો
 • ખુલ્લા ખેતરની વાડના ભાગે 2016 નંગ બોટલ સંતાડેલો દારૂ ઝડપાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થાળા ગામેથી ખુલ્લા ખેતરમાંથી સગેવગે કરે તે પુર્વે લીમડી પોલીસે રૂપિયા 1.94 લાખના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસને જોઇ બૂટલેગર ફરાર થઇ ગયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ. વી.આર.ચૌહાણ તથા સ્ટાફ ગત રાત્રીના સમયે મીરાખેડી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન પીપળીયા ગામના ઉપરવાસ પુલ ફળીયામાં રહેતા કલ્પેશ મેતુ તાવીયાડ તેના ઘર નજીક થાળા તળાવ ફળીયા પુલીયાની બાજુના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મુકી રાખી સગેવગે કરવાની તૈયારી કરી રહ્યો હોવાની બાતમી મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે રેઇડ કરતાં બાતમીવાળી જગ્યાએ ખુલ્લા ખેતરની વાડના ભાગે વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો પડેલો જોવા મળ્યો હતો. જ્યારે પોલીસને જોઇ અંધારાનો લાભ લઇ બુટલેગર ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો. રાત્રીના અંધારામાં બેટરીના પ્રકાશમાં દારૂ તથા બીયરની પેટીઓને ખોલીને જોતાં તેમાંથી કુલ 2016 નંગ બોટલો જેની કિંમત રૂા.1,93,920ની કિંમતનો દારૂ પોલીસને મળી આવ્યો હતો. પોલીસે દારૂનો મુદ્દામાલ કબ્જે લઇ હાજર નહી મળી આવેલ બૂટલેગર કલ્પેશ મેતુ તાવીયાડ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. લીમડી પોલીસ દ્વારા આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો