બાળ વૈજ્ઞાનિકોએ અપાવ્યું ગૌરવ:લીમખેડાની પટવાણ શાળાના બાળકોએ ગ્રીન સિટીનું મોડેલ બનાવ્યું, તાલુકા કક્ષાના પ્રદર્શનમાં પ્રથમ નંબર મેળવ્યો

દાહોદ6 મહિનો પહેલા
  • તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2021-22 વર્ચ્યુઅલ મોડમાં યોજાયું
  • ઈકો ફ્રેન્ડલી સામગ્રી દ્વારા ગ્રીન સિટીનું નિર્માણ કરી તેના લાભ દર્શાવવાનો પ્રયત્ન કરાયો

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2021-22 ઓનલાઈન વર્ચ્યુઅલ મોડમાં ટીમ એપ્લિકેશન દ્વારા યોજાયું હતું. જેમાં વિભાગ 1માં લીમખેડા તાલુકાની સી.આર.સી.બારમાં આવેલી પટવાણ પ્રાથમિક શાળાના શિક્ષિકા નીરૂબેન પી ઠાકોર અને શાળાનાં બાળ વૈજ્ઞાનિકો નિનામા વિશાલભાઈ હમીરભાઈ તથા માવી હિતેષભાઈ સરતનભાઈએ ભાગ લીધો હતો.

આ બાળકોએ ઈકો ફ્રેન્ડલી સામગ્રી દ્વારા ગ્રીન સિટીનું નિર્માણ કરીને તેનાથી થતાં લાભ દર્શાવવાનો સફળ પ્રયત્ન કર્યો હતો. તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વિભાગ 1માં પ્રથમ નંબર પ્રાપ્ત થતાં બાળ વૈજ્ઞાનિકોએ શાળાનું, સી.આર.સી.બારનું તથા લીમખેડા તાલુકાનું નામ રોશન કર્યું હતું. જેના બદલ તેમને પટવાણ શાળા સ્ટાફ પરિવાર તથા સી.આર.સી.મેહુલભાઈ ચૌધરી દ્વારા અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...