તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:લીમખેડાના કોરોના વોરિયર્સ એવા પ્રાંત અધિકારીનું 17 દિ’ની સારવાર બાદ મોત

દાહોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
લીમખેડા પ્રાંત અધિકારી અને અધિક કલેકટર સ્વ.ડી.કે.હડિયેલને કલેક્ટર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. - Divya Bhaskar
લીમખેડા પ્રાંત અધિકારી અને અધિક કલેકટર સ્વ.ડી.કે.હડિયેલને કલેક્ટર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
 • અધિકારી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોરોના સામે ઝઝૂમ્યા
 • કલેક્ટર સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

દાહોદ જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસ લીમખેડાના પ્રાંત અધિકારી અને અધિક કલેક્ટર દિનેશભાઇ હડીયેલનું કોરોના સંક્રમણથી 49 વર્ષની વયે અવસાન થતાં વહિવટી તંત્રમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ડી.કે.હડીયેલનો 19 નવેમ્બરના રોજ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો. 17 દિવસ સુધી કોરોનાનો સામનો કર્યા બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમણે શનિવારે સવારે પાંચ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાંત અધિકારી ડી.કે. હડીયેલે વર્ષ 2005માં તાલુકા વિકાસ અધિકારી તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2016માં બઢતી થતા નર્મદા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2019માં લીમખેડા પ્રાંત અધિકારી તરીકે નિમણૂક થઈ હતી. ગત 9 નવેમ્બરે તેમને અધિક કલેક્ટર તરીકે બઢતી મળી હતી.

ગત લોકસભાની ચૂંટણીમાં તથા કોરોના મહામારી સમયે તાલુકામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસ તરીકે તેઓએ ઉમદા કામગીરી કરી હતી. કલેક્ટર વિજય ખરાડીએ પ્રાંત અધિકારીના નિધન માટે ઘેરા શોકની લાગણી વ્યક્ત હતી. અને શોકસંતૃપ્ત પરિજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે. જિલ્લા સેવા સદન મુકામે કલેક્ટર વિજય ખરાડી, નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળીને સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.અધિક કલેકટર ડી.કે.હડીયેલ તેમના પરિવારમાં પત્ની સંગીતાબેન 20 વર્ષીય પુત્રી નવલિકા તેમજ 15 વર્ષીય પુત્રી પંક્તિને વિલાપ કરતા છોડી ગયા છે.

100 શ્રેષ્ઠ નવલિકામાં એક હડીયેલની હતી
કોરોનાથી અવસાન થયેલ લીમખેડા પ્રાંત અધિકારી અને અધિક કલેક્ટર ડી.કે. હડીયેલને સાહિત્ય વાંચન લેખનનો ખૂબ શોખ હતો. તેમણે પોતાના ઘરે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સાહિત્ય લેખકોના પુસ્તકોની લાઇબ્રેરી પણ બનાવી છે. માહિતી ખાતા દ્વારા પ્રસારીત થયેલ ગુજરાત અંકમાં 100 શ્રેષ્ઠ નવલિકામાં એક નવલિકા તેમની પણ પ્રકાશિત કરવામાં આવી હતી. જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ગુપ્ત રીતે પોતાની ઓળખ છૂપાવી શૈક્ષણિક સહાય કરવાની તેમની કાર્ય પદ્ધતિ પ્રસંશનીય અને પ્રેરણાદાયક હતી.

દાહોદ શહેરના વધુ 5 સહિત જિલ્લામાં કુલ નવા 12 કેસ
દાહોદ જિલ્લામાં તારીખ 4/12/20ને શનિવારે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા થયેલી જાહેરાત મુજબ જિલ્લાના નવા 12 કેસમાં દાહોદ શહેરના 5, ઝાલોદ શહેરી વિસ્તારના 2 અને ગ્રામ્ય વિસ્તારના 4, દેવગઢ બારીયા શહેરી વિસ્તારના 1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. આ માટે આરોગ્ય તંત્ર દ્વારા Rtpcrના 227 સેમ્પલો પૈકી 9 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટના 932 સેમ્પલો પૈકી 3 લોકો પોઝિટિવ આવ્યા હતા. આ સાથે શનિવારે 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા બાદ હવે એક્ટિવ કેસોની સંખ્યા 181 થઇ છે. તો હવે જિલ્લામાં કુલ 2292 દર્દીઓ પૈકી શહેરી વિસ્તારના સંક્રમિતોનો આંક હવે 1400 થવા પામ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોના 892 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો