દાહોદના પૌરાણિક શિવ મંદીર બાવકા ખાતે આમલી અગિયારસના મેળામાં આરોગ્ય શાખા દ્વારા રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મેળામાં પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમાં જનજાગૃતિ દ્વારા સમાજમા હજુ પણ રક્તપિત્તના છુપાયેલા દર્દીઓ તપાસ અર્થે આગળ આવે અને સારવાર લઈ રોગમુકત થાય, દાહોદ જીલ્લામાંથી રક્તપિત્ત નાબૂદ થાય તે હેતુથી મેડિકલ ઑફિસર પેરામેડિકલ વર્કર સંગીતા બારીયા અને આરોગ્ય સ્ટાફ દ્વારા વ્યાપક જન જાગૃતિ અને પ્રચાર પ્રસાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વર્ષ 2022-23માં અત્યાર સુધી 308 નવા દર્દીઓ મળ્યાં હતાં. જ્યારે 322 દર્દીઓ સારવાર લઈ સંપૂર્ણ પણે સાજા થઇ ગયા હતા. અત્યારે 233 દર્દીઓ સારવાર હેઠળ છે. તદરૂપરાંત જૂના દર્દીઓને જે સાજા થઈ ગયેલ છે
પરંતું પગમાં બહેરાશને લીધે પગમાં ચાંદા ન પડે તે હેતુથી 435 જેટલા દર્દીઓને સરકાર દ્વારા માઇક્રોસેલ્યુલર (MCR)નાં સેન્ડલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા 50 જેટMલા દર્દીઓને અલ્સર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. શરીર પર આછું ઝાંખું અથવા રતાશ પડતું ચાઠું રક્તપિત્ત હોઈ શકે, રક્તપિત્ત રોગનું નિદાન અને સારવાર તમામ સરકારી દવાખાના મફત થાય છે. MDT સારવારથી રક્તપિત્ત ચોક્કસ મટી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.