કાર્યવાહી:લીમડી પોલીસે બે સ્થળેથી રૂા.51,645ના સાથે 4ને ઝડપી પાડ્યા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરીમાં 2 બાઇક પર જથ્થો લવાતો હતો
  • પરથપુરા ધોળીદાંતીમાંથી 203 બોટલ સાથે બે ભાઇઓની ધરપકડ

લીમડી પોલીસે ડુંગરમાં પાયલોટિંગમાં બે બાઇક પર 25,543 રૂ.નો દારૂનો જથ્થો લઇને આવતા બે ચાલકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે 4 ફરાર થયા હતા. તેમજ પરથપુરા ધોળીદાંતીમાં ઘરમાંથી દારૂ-બિયરની 203 બોટલ સાથે બે બૂટલેગર ભાઇઓની ધરપકડ કરી હતી. બન્ને જગ્યાએથી 51,646 રૂ.નો જથ્થો તથા બે બાઇક મળી જપ્ત કરી હતી.

દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકના પીએસઆઇ એમ.એલ. ડામોર તથા સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાંથી પરત આવતા હતા. તે દરમિયાન વહેલી સવારે બાતમીના આધારે ડુંગરી ગામે નદી તરફથી આવતા કાચા કોતરના રસ્તાની આજુબાજુમાં વોચમાં હતા. દરમિયાન બાઇક આવતા તેને કોર્ડન કરવા જતાં બાઇક ફેંકી બે ઇસમો કોતરોમાં નાસી છુટ્યા હતા. જીજે-06- ીપી-3597 નંબરની બાઇક ઉપરથી બે પ્લાસ્ટિકના મિણીયા થેલામાંથી દારૂની બોટલો મળી હતી.

જ્યારે થોડીવારમાં જ બીજી જીજે-06- ઇબી-6919 નંબરની બાઇક આવતાં તેને કોર્ડની કરી ઉભી રખાવી ચાલક ઝાલોદ તાલુકાના વાંકોલ ગામના ગણેશ સુરેશ હઠીલા તથા પાછળ બેઠેલ ડુંગરી ગામનો અવિનાશ કાંતિલાલ મકવાણા પાસેના થેલાની તલાસી લેતાં દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે બન્ને બાઇક ઉપરથી 26,128 રૂા.નો દારૂ બિયરનો જથ્થો તથા બે બાઇક મળી કુલ 86,128 રૂા.ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બે ખેપિયા સહિત પાયલોટિંગ કરનાર અક્ષય મુનિયા, યોગેશ દિલીપ મકવાણા, નયન રમેશ મકવાણા તથા ભરત ભલા ચારેલ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

તેવી જ રીતે પરથમપુર દોળીદાંતીના સંજય મહેશ સંગાડા તથા જીગ્નેશ મહેશ સંગાડા બન્ને ભાઇઓ પોતાના ઘરમાં દારૂ રાખી વેચાણ કરવા હોવાની મળેલી બાતમી આધારે પોલીસે રેઇડ કરતાં બન્ને બુટલેગર ભાઇઓ ઘરે હાજર મળી આવ્યા હતા. તેઓને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં 25,543 રૂા.ની દારૂ તથા બિયરની 203 બોટલો મળી આવી હતી. જથ્થા સાથે બન્ને બુટલેગર ભાઇઓની ધરપકડ કરી લીમડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...