મહારસીકરણ:99,000 સામે 85,990 લોકોને રસી આપી દાહોદ રાજ્યમાં અગ્રેસર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તંત્રે એક જ દિવસમાં લક્ષ્યાંકના 86% હાંસલ કરી દીધા
  • વડાપ્રધાનના જન્મ દિવસે મહારસીકરણ અભિયાનને સફળતા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે દાહોદ જિલ્લામાં કોરોના સામે આદરવામાં આવેલા મહારસીકરણ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લામાં તંત્ર દ્વારા વહેલી સવારથી શરૂ કરવામાં આવેલા રસીકરણ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. 85990 નાગરિકોને એકજ દિવસમાં વેક્સિન આપવામાં આવી હતી. એ સાથે જિલ્લામાં વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવનાર નાગરિકોની ટકાવારી 90.49 ટકા પહોંચી છે. જયારે 99.94 ટકા લોકોએ વેક્સિનનો બીજો ડોઝ મેળવ્યો છે. રાજ્યભરમાં યોજાયેલા મહારસીકરણ અભિયાનમાં પણ દાહોદ જિલ્લો અગ્રેસર રહ્યો છે.

જિલ્લામાં કોરોનાની વેક્સિનની લાયકાત ધરાવતા 15,37,737 લોકોમાંથી 13,91,542 લોકોએ એટલે કે 90.49 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. જયારે બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો હોય તેવા 4,61,134 લોકોમાંથી 4,60,836 લોકોને એટલે કે 99.94 ટકા લોકોને એક જ દિવસમાં બીજો ડોઝ આપવામાં આવ્યો છે. મહારસીકરણ અભિયાનમાં વ્યાપક જનસહયોગ મળી રહે એ માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર દ્વારા માઇક્રો પ્લાનીગ કરવામાં આવ્યું હતું. આશાવર્કર-આંગણવાડી કાર્યકતાઓ, નગરસેવકો, સ્થાનિક આગેવાનોનો સહયોગ મેળવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...