વિશ્વ આદિવાસી દિન નિમિત્તે દાહોદ ખાતેના કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહભાગી બન્યા હતા. આ વખતે દાહોદ એલસીબીમાં ફરજ બજાવતા પીઆઇ બી.ડી શાહ દ્વારા જિલ્લામાં મિલ્કત સબંધિ, શરીર સબંધિ ગુના સાથે હત્યા, ચોરી, ધાડ-લુંટ જેવા ચર્ચાસ્પદ વણઉકેલાયેલા ગુનાઓમાં ડિટેક્શન માટે સ્પેશ્યલ ટીમનું ગઠન કરવા સાથે મજબુત બાતમી તંત્ર સોર્સ, સીસી ટીવીના ઉપયોગથી ટુંકા ગાળામાં ગુનાઓ ઉકેલીને સારી કામગીરી કરી હોઇ બી.ડી શાહને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતાં.
આ સાથે એસઓજીમાં પીઆઇ એચ.પી કરેણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે વ્યક્તિ ખેડુત ખતેદારો નથી તેઓના નામે સરકારની યોજનાની ખોટી આઇડી બનાવી, ખોટી રીતે એપ્રુવ કરી સરકારી નાણાની છેતરપીંડી કરનારાઓ સામે ટેકનિકલ મદદથી પુરાવા ભેગા કરીને આ ગુનાનું ડિટેક્શન કર્યુ હતું. એચ.પી કરેણને પણ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.