ધરપકડ:નાડાતોડમાં દારૂ લાવતો બાઈક ચાલક ઝબ્બે, મધ્યપ્રદેશના ખેપિયાને રૂા.79,200ના જથ્થા સાથે LCB પોલીસે ઝડપ્યો

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂપિયા 99,200નો મુદ્દામાલ જપ્ત કરી બે સામે સાગટાળા પોલીસમાં ગુનો દાખલ

દાહોદ એલ.સી.બી. પોલીસે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન નાડાતોડ ગામેથી બાઈક ઉપર દારૂનો જથ્થો લઇને આવતાં મધ્યપ્રદેશના ખેપિયાને ઝડપી પાડ્યો હતો. 79,200 રૂ.નો જથ્થો તથા બાઈક મળી કુલ 99,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 2 સામે સાગટાળા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.દાહોદ એસ.પી. હિતેશ જોયસરે જિલ્લામાં દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી વધુમાં વધુ દારના કેસો શોધવાની કામગીરી કરવા માટે એલ.સી.બી. પી.આઇ.ને સૂચના આપી હતી.

જેના આધારે ગતરોજ એલ.સી.બી. સ્ટાફના સુભાષભાઇ ધુળાભાઇ, રવિન્દ્રભાઇ દિલીપભાઇ, હરપાલસિંહ નટવરસિંહ, તથા દિનેશભાઇ મોહનભાઇ સાગટાળા વિસ્તારમાં દારૂ અંગેની પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સેવનીયા ગામ બાજુથી એક નંબર વગરની બાઈક ઉપર કંતાનનું લગડું બનાવી ઇંગ્લિશ દારૂ ભરી નાડાતોડ ગામ તરફ જનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે સેવનીયા ગામ તરફથી નાડાતોડ ગામાં આવતા રોડ ઉપર વોચમાં હતા.

તે દરમિયાન એક બાઈક ઉપર કંતાનનું લગડુ બનાવી શંકાસ્પદ વસ્તુ લઇને આવતાં ચાલકને બેટરીના અજવાળે ઉભી રાખવાનો સંકેત કરતા તેને ઉભી રાખી પાછી વાળી ભાગવા જતાં પોલીસે કોર્ડન કરી મધ્યપ્રદેશના કઠીવાડાના ગુલસીંગભાઇ ઉર્ફે ગુલાબ લેમજીભાઇ કનેશને પકડી પાડ્યો હતો.

જ્યારે બાઈક ઉપરના કંતાનના લગડામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરના ટીનની કુલ 17 પેટી જેમાં કુલ બોટલો નંગ 648 જેની કિંમત રૂપિયા 79,200નો જથ્થો મળી આવ્યો હતો. જથ્થા વિશે પુછતાં કઠીવાડા ગામના રોહિતભાઇ કનીયાભાઇએ તેની બાઈક ઉપર ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. જથ્થો તતા 20,000 રૂ.ની બાઈક મળી કુલ 99,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ખેપિયા સહિત બે સામે સાગટાળા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...