ક્રિકેટ ટુર્નામેન્ટ:દાહોદના ખરેડીમાં લગાન ક્રિકેટ ક્લબ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, વિજેતા ટીમને રૂ. 21 હજારનું ઇનામ અપાશે

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16 ટીમો વચ્ચે હરિફાઈ, બીજા નંબરનું ઇનામ 11 હજાર રૂપિયા

દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે ક્રિકેટનો વ્યાપક ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેથી ગામડાંઓમા પણ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન કરવામા આવે છે. તેવી જ રીતે દાહોદ તાલુકાના ખરેડીમા પણ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.જેનુ ઉદ્દઘાટન પણ કરી દેવાયુ છે.

આઇપીએલ જેવી ક્રિકેટ ટુર્નામેન્ટને કારણે આ ખેલ હવે ખૂણે ખૂણે પહોંચી ચુક્યો છે.દાહોદ જેવા પછાત કહેવાતા જિલ્લામા પણ ક્રિકેટ બાબતે પછાતપણુ હવે રહ્યુ નથી.કારણ કે ગામડાંઓ સુધી વિસ્તરી ચુકેલા આ ખેલનુ વળગણ પણ જોવા મળી રહ્યુ છે.

બીજી તરફ શિયાળાની શરૂઆત સાથે જ ક્રિકેટની રમત શરુ થઈ ગઈ છે.ત્યારે દાહોદ ની પાસે આવેલા ખરેડી ગામમા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યુ છે. જેનુ ઉદ્દઘાટન દાહોદ એપીએમસીના ચેરમેન કનૈયાલાલ કિશોરીએ કર્યુ હતુ. આ ટુર્નામેન્ટ મા આસપાસના ગામડાની કુલ 16 ટીમોએ ભાગ લીધો છે. વિજેતા ટીમને 21 હજાર રોકડા અને ટ્રોફી તેમજ રનર્સ અપને 11 હજાર રોકડા અને ટ્રોફી એનાયત કરાશે.

અન્ય સમાચારો પણ છે...